• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાધિકા આપ્ટે સાથે પોતાના ઈન્ટીમેટ સીન પર બોલ્યા આદિલ હુસેન - કલા અને પૉર્નમાં ફરક છે, ટ્રોલ કરવુ યોગ્ય નથી

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી રાધિકા આપ્ટેએ બૉલિવુડમાં એક દમદાર અભિનેત્રી માનવામાં આવે છે પરંતુ તેની બાકીની ફિલ્મોને છોડીને લોકો ફિલ્મ પાર્ચ્ડમાં આપેલા તેના ઈન્ટીમેટ સીનને લઈને તેને ટ્રોલ કરતા રહે છે. ટ્વિટર પર રાધિકા આપ્ટેને બૉયકૉટ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે પાર્ચ્ડ ફિલ્મમાં રાધિકાના કો-સ્ટાર રહેલા એક્ટર આદિલ હુસેને આના પર રિએક્ટ કર્યુ છે અને તેને અયોગ્ય ગણાવ્યુ છે. વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ પાર્ચ્ડમાં રાધિકા આપ્ટે અને આદિલ હુસેન વચ્ચે ઈન્ટીમેટ સીન છે. ફિલ્મની રિલીઝ દરમિયાન એ સીન લીક કરી દેવામાં આવ્યો હતો જેને લઈને રાધિકાને ઘણી આકરી પ્રતિક્રિયાઓ સહન કરવી પડી હતી.

ન્યૂડ સીનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

ન્યૂડ સીનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

ચોંકાવનારી વાત એ છે કે 5 વર્ષ પછી પણ રાધિકા આપ્ટેના એ સીનને લઈને લોકોનો ગુસ્સો ખતમ નથી થયો. પાર્ચ્ડના આ ન્યૂડ સીનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા ત્યારબાદ ટ્વિટર પર બૉયકૉય રાધિકા આપ્ટે ટ્રેન્ડ કરવા લાગ્યુ. પ્રતિક્રિયા આપીને ઘણા લોકોએ કહ્યુ કે રાધિકાનો આ લવ મેકિંગ સીન આપણી સંસ્કૃતિ આને ધર્મ વિરુદ્ધ છે, તેણે આવુ નહોતુ કરવુ જોઈતુ.

આદિલ હુસેને આપ્યુ રિએક્શન

આદિલ હુસેને આપ્યુ રિએક્શન

આદિલ હુસેને સ્પષ્ટ શબ્દોમાં લોકોની પ્રતિક્રિયાને ખોટી ગણાવી છે. એક્ટરે કહ્યુ કે મને આના વિશે થોડા દિવસો પહેલા જ ખબર પડી જ્યારે મે અમુક ગૂગલ એલર્ટ જોઈ. મને લાગે છે કે રાધિકાને ટ્રોલ કરવી કે એ સીન વિશે મોટી વાત કરવી હાસ્યાસ્પદ છે. હું આવી વાતો પર બિલકુલ ધ્યાન નથી આપતો. મને લાગે છે કે આનો જવાબ આપવોની રીત એ છે કે તમે બિલકુલ જવાબ ન આપો.

કલા અને પૉર્નમાં ફરક છે

કલા અને પૉર્નમાં ફરક છે

આદિલે આગળ કહ્યુ કે કલા અને પૉર્નમાં ફરક છે. તેમણે આને લોકો વચ્ચે શિક્ષણની કમીનો મુદ્દો ગણાવ્યો અને આના માટે આ પ્રકારના વિષય ટ્વિટર પર ટ્રેન્ડ કરે છે. આદિલ હુસેને બોલ્ડ સીન પર પત્નના રિએક્શન વિશે જણાવતા કહ્યુ - તેણે કહ્યુ હતુ કે તેને આશા છે હું આ સારુ કરીશ. મારી પત્ની મારા વ્યવસાયનુ સમ્માન કરે છે અને તેને મારી સંવેદનશીલતા પર પૂરો ભરોસો છે. અમે બંને એકબીજાને થિયેટરના શરૂઆતના દિવસોથી જાણે છે અને તે જાણે છે કે હું એક એક્ટર છુ.

રાધિકા આપ્ટે પણ આપી ચૂકી છે જવાબ

રાધિકા આપ્ટે પણ આપી ચૂકી છે જવાબ

પોતાના ન્યૂડ સીન વિશે રાધિકા કહે છે કે તેણે ફિલ્મોમાં બોલ્ડ સીન કરવાથી કોઈ પરહેજ નથી. રાધિકાનુ કહેવુ છે કે તે વર્લ્ડ સિનેમા જોઈને મોટી થઈ છે. માટે તેને આવા સીન કરવામાં કોઈ ઝિઝક નથી.

પોતાના શરીરથી મને કોઈ શરમ નથી

પોતાના શરીરથી મને કોઈ શરમ નથી

અભિનેત્રીએ કહ્યુ હતુ, 'મને સમજમાં નથી આવતુ કે મારે મારા શરીરને લઈને શરમ કેમ કરવી જોઈએ. હું મારા શરીરનો એક કલાકાર તરીકે ઉપયોગ કરુ છુ. હું પોતાનુ કામ કરુ છુ અને ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઉ છુ.' ન્યૂડ સીન લીક થવાને લઈને રાધિકાનુ કહેવુ છે કે તેને આનાથી કોઈ ફરક પડતો નથી.

પાર્ચ્ડ

પાર્ચ્ડ

ઉલ્લેખનીય છે કે 2015ના ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં પાર્ચ્ડનુ સ્ક્રીનિંગ થયુ હતુ. ત્યારબાદ વર્ષ 2016માં ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનુ નિર્દેશન લીના યાદવે કર્યુ હતુ. અજય દેવગને ફિલ્મનુ સહ-નિર્માણ કર્યુ હતુ. ફિલ્મની કહાની ગુજરાતના એક ગામની કહાની હતી જે ચાર મહિલાઓની આસપાસ ઘૂમે છે. ફિલ્મની કહાની સમાજમાં મહિલાઓની સ્થિતિ અને તેના ભાવનાત્મક સંઘર્ષ પર આધારિત હતી.

English summary
Adil Hussain reacts on Boycott Radhika Apte trend over their intimate scene in Parched film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X