Prabhas Net Worth: 215 કરોડની સંપત્તિ, 65 કરોડનુ આલીશાન ઘર, લક્ઝરી લાઈફ જીવે છે છે સુપરસ્ટાર પ્રભાસ

Prabhas Net Worth: બાહુબલી ફેમ સુપરસ્ટાર પ્રભાસ હાલમાં તેની આગામી ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને ચર્ચામાં છે. આ અભિનેતાએ ટૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ નામ કમાયુ અને આજે તે સૌથી મોંઘા અભિનેતાઓમાંનો એક છે.

પ્રભાસ એક ફિલ્મ માટે 15થી 40 કરોડ રૂપિયા લે છે. જો કે, આદિપુરુષ ફિલ્મ માટે તેણે 100 કરોડ ફી લીધી છે. ચાલો આજે તમને જણાવીએ કે પ્રભાસ પાસે કેટલી નેટવર્થ છે અને તે એક ફિલ્મ માટે કેટલો ચાર્જ લે છે.

prabhas

એ જ રીતે તેણે તેની સુપરહિટ ફિલ્મ 'બાહુબલી' માટે તગડી રકમ એકઠી કરી હતી. રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતાએ આ માટે 40 કરોડ રૂપિયા લીધા હતા. અભિનેતાની નેટવર્થની વાત કરીએ તો અહેવાલો અનુસાર, અભિનેતા 215 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.

તેલુગુ સુપરસ્ટાર પ્રભાસની કમાણીનો સ્ત્રોત માત્ર ફિલ્મો જ નથી, તે જાહેરાતમાંથી પણ મોટી કમાણી કરે છે. આજે પ્રભાસ માત્ર સાઉથનો સુપરસ્ટાર નથી પરંતુ તે ઈન્ટરનેશનલ લેવલનો એક્ટર બની ગયો છે. ભારતની સાથે સાથે વિદેશમાં પણ તેની મજબૂત ફેન ફોલોઈંગ છે.

પ્રભાસ આલીશાન ઘરમાં રહે છે. તેનુ કિંમતી ઘર હૈદરાબાદના પ્રાઈમ લોકેશન પર આવેલુ છે. અભિનેતા વર્ષ 2014માં આ ઘરમાં શિફ્ટ થયો હતો. આ ઘરની કિંમત લગભગ 65 કરોડ રૂપિયા છે. અભિનેતાના ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. આ સિવાય પ્રભાસને લક્ઝરી વાહનોનો પણ શોખ છે.

પ્રભાસના કાર કલેક્શનમાં Skoda Superb, BMW X3, Jaguar XJR, Range Rover અને વિશ્વની સૌથી મોંઘી કાર પૈકીની એક Rolly Roy Phantom સામેલ છે. આમાંના કેટલાક વાહનોની કિંમત કરોડોમાં છે. હાલમાં પ્રભાસ તેની આગામી ફિલ્મ આદિપુરુષના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અભિનેતા આ ફિલ્મમાં પ્રથમ વખત કૃતિ સેનન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X