• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાભી વિદ્યા મારા માટે પ્રેરણા છે : આદિત્ય રૉય કપૂર

|

મુંબઈ, 17 એપ્રિલ : આશિકી 2 ફિલ્મ દ્વારા બૉલીવુડમાં આશિક તરીકે પગરણ કરવાં જઈ રહેલ એક્ટર આદિત્ય રૉય કપૂર કહે છે - હું પોતાના ભાભી એટલે કે વિદ્યા બાલનને પોતાના પ્રેરણા માનું છું. વિદ્યા બાલનનો કહાની ફિલ્મમાં રોલ સાચે જ લાજવાબ હતો.

આદિત્ય રૉય કપૂર યૂટીવીના હૅડ સિદ્ધાર્થ રૉય કપૂર તથા દિગ્દર્શક-અભિનેતા કુણાલ રૉય કપૂરના નાના ભાઈ છે, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે પોતાના બળે મુકામ હાસલ કર્યો છે. અત્યાર સુધી આદિત્યે જે ફિલ્મોમાં કામ કર્યું છે, તે તમામમાં તેમની એક્ટિંગના વખાણ થયાં છે.

આદિત્ય રૉય કપૂર પોતાના બંને ભાઇઓ સિદ્ધાર્થ તેમજ કુણાલનું ખૂબ સન્માન કરે છે. આદિત્યે જણાવ્યું - જો મને કુણાલ સાથે કામ કરવાની તક મળે, તો મજા આવી જાય અને હું જરૂર કામ કરું. આદિત્ય ભટ્ટ કૅમ્પની આશિકી 2 ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. તેમની સાથે શક્તિ કપૂરના પુત્રી શ્રદ્ધા કપૂર છે.

આદિત્ય આ અગાઉ ગુઝારિશ, લંડન ડ્રીમ્સ તથા એક્શન રિપ્લે ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે.

English summary
Aditya Roy Kapoor says that he respects Kunal Roy Kapoor and Siddharth Roy Kapoor a lot. Aditya Roy Kapoor is doing Aashiqui film remake Aashiqui 2. He says that he will love to work with Kunal Roy Kapoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X