• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જૅકપૉટ બાદ લોકો મને એડલ્ટ સ્ટાર નહીં કહે : સન્ની લિયોન

|

મુંબઈ, 11 ડિસેમ્બર : આગામી 13મી ડિસેમ્બરે રિલીઝ થતી સન્ની લિયોનની ફિલ્મ જૅકપૉટનું પ્રમોશન જોરશોરથી ચાલે ચે. પોતાની ફિલ્મ અંગે અત્યંત ઉત્સાહિત પોર્ન સ્ટાર સન્ની લિયોનનું કહેવું છે કે તેઓ આશા કરે છે કે આગામી ફિલ્મ જૅકપૉટમાં દર્શકો તેમના અભિનય કૌશલ્યને વખાણશે. જૅકપૉટ વાર્તા પ્રધાન ફિલ્મ છે. તે બહુ ઝડપથી આગળ વધે છે. આ ફિલ્મ માત્ર મારા આકર્ષણ અંગેની નથી. આશા છે કે દર્શકોને મારુ એક જુદુ પાસુ જોવા મળશે કે જ્યાં મારો અભિનય વખણાશે.

સન્ની લિયોને પોતે સ્વીકાર્યું કે જૅકપૉટ ફિલ્મમાં માત્ર જિસ્મ ફિલ્મની જેમ તેમની સુંદર અને સેક્સી કાયા જ નહીં, પણ એક પરફેક્ટ અભિનેત્રી પણ જોવા મળશે. આશા કરુ છું કે એવુ જ બને. જ્યારે લોકો ફિલ્મ જુએ, તો જાણે કે મેં સખત મહેનત કરી છે. જૅકપૉટ ફિલ્મ બાદા લોકો મને એડલ્ટ સ્ટાર કહેવાનું બંધ કરી દેશે.

કૈઝાદ ગુસ્તાદ દિગ્દર્શિત જૅકપૉટ ફિલ્મમાં સન્નીના નાયક અભિનેતા-નિર્માતા સચિન જોશી છે. ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થવાની છે કે જેમાં દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ પણ છે. સન્ની લિયોને જિસ્મ 2 દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. ભારતની ધરતી પર બિગ બૉસ 4 દ્વારા અભિનય કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોન શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ પણ કરી ચુક્યાં છે અને જૅકપૉટના પ્રમોશન માટે તેઓ બિગ બૉસ 7માં પણ પહોંચી શકે છે.

English summary
Indo-Canadian adult films star-turned-actress Sunny Leone is known for her bold and sensuous image, but she hopes that the audience appreciates her acting talent more in her forthcoming film 'Jackpot'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X