બેશરમને સુધાર્યા બાદ બેવકૂફોને પાઠ ભણાવશે ઋષિ!
મુંબઈ, 9 ઑક્ટોબર : ઋષિ કપૂર બૉલીવુડના એક એવા અભિનેતા છે કે જેઓ પોતાના પુત્ર જેટલા જ સક્રિય છે અને તેથી જ તેઓ એક પછી એક વિચિત્ર અને અલગ પ્રકારની ભૂમિકાઓ ધરાવતી ફિલ્મો કરી રહ્યાં છે.
તાજેતરમાં જ પોતાના પુત્ર રણબીર કપૂર સાથે પ્રથમ વાર બેશરમ ફિલ્મમાં ચકમનાર ઋષિ કપૂર હવે બેવકૂફિયાં ફિલ્મમાં આવી રહ્યાં છે. બેશરમ ફિલ્મમાં ઋષિ કપૂરે ચુલબુલ નામના પોલીસવાળાનો રોલ કર્યો છે કે જે ફિલ્મના હીરો એટલે કે રણબીર કપૂરની બેશરમીને સીધી દોર કરી છે. હવે ઋષિ કપૂરની આગામી ફિલ્મ બેવકૂફિયાં છે કે જેમાં હીરો આયુષ્માન ખુરાના તેમજ હીરોઇન સોનમ કપૂર છે. બેશરમને સીધા દોર કર્યા બાદ હવે લાગે છે કે ઋષિ કપૂર સોનમ અને આયુષ્માનને તેમની બેવકૂફીઓ સામે પાઠ ભણાવશે.
નૂપુર અસ્થાના દિગ્દર્શિત તથા હબીબ ફૈઝલ લિખિત બેવકૂફિયાં ફિલ્મ મોહિત ચડ્ઢા (આયુષ્માન) તથા માયરા સહેગલ (સોનમ)ની પ્રણય-કથા પર આધારિત છે કે જેઓ પ્રેમ ઉપર અખૂટ ભરોસો કરે છે, પરંતુ માયરાના બ્યૂરોકેટ પિતા વી. કે. સહેગલ (ઋષિ) તેમની સાથે સંમત નથી.