For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CDR સ્કેમ : નવાઝુદ્દીન પછી ટાઇગર શ્રોફની માં નું નામ આવ્યું બહાર, કંગના પર પણ શંકા

CDR સ્કેમ : નવાઝુદ્દીન પછી આ કેસમાં ટાઇગર શ્રોફની માંનું નામ પણ જોડાયું છે. વધુમાં પોલીસને કંગના રાણાવત પર પણ શંકા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઇમાં કોલ ડિટેલ રેકોર્ડ એટલે કે સીડીઆર કૌભાંડમાં હાલ એક પછી એક નવા સેલેબ્રિટીના નામ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સૌથી પહેલા બોલીવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ બહાર આવ્યું હતું. તે પછી હવે જેકી શ્રોફની પત્ની અને ટાઇગર શ્રોફની માં તેવી આયેશા શ્રોફનું નામ બહાર આવ્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકીના વકીલ રિઝવાન સિદ્દીકીની ધરપકડ પછી આ કેસમાં નવા નવા નામ બહાર આવી રહ્યા છે. મુંબઇના થાણે ખાતે ક્રાઇમ બ્રાંચને જાણવા મળ્યું છે કે આયેશાએ રિઝવાન (જે વકીલ ધરપકડ થઇ છે) તેને પોતાના અને એક્ટર સાહિલ ખાનના કોલ ડિટેલ રેકોર્ડ શેર કર્યા હતા. અને હવે સુત્રો પાસેથી તેવી વાત પણ જાણવા મળી છે કે બોલીવૂડની ક્વીન તેવી કંગના રાણાંવત પણ તેમાં સામેલ હોઇ શકે છે.

નવાઝુદ્દીન

નવાઝુદ્દીન

ઠાણેની ક્રાઇમ બ્રાંચે કોલ ડિટેલ રેકોર્ડ સ્કૈમની તપાસમાં અનેક બોલીવૂડ સેલેબ્રિટીના નામ બહાર નીકાળ્યા છે. આ કેસની શરૂઆત નવાઝુદ્દીન સિદ્દીકીથી થઇ હતી. નવાજ પર આરોપ છે કે તેમણે તેમના વકીલ રિઝવાન સિદ્દકી સાથે મળીને તેમની પત્ની અંજલિની કોલ ડિટેલ ગેરકાનૂની રીતે નીકાળી છે. જો કે રિઝવાન સિદ્દીકીની ધરપકડ પછી પ્રાઇવેટ ડિટેક્ટિવ પ્રશાંત પાલેકરની પણ ધરપકડ કરવામાં આવી છે.

આયેશા શ્રોફ

આયેશા શ્રોફ

ઉલ્લેખનીય છે કે આયશા અને સાહિલ ખાન એક સમયે બિઝનેસ પાર્ટનર હતા. અને પાછળથી તેમને એક બીજા જોડે વિવાદ થતા આયશાએ સાહિલ પર 8 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2015માં આ બંન્નેએ કોર્ટમાં કેસ કર્યો હતો પણ પાછળ પણ ખેંચ્યો હતો. આયેશા તે વખતે પોતાના બિઝનેસ પાર્ટનર સાહિલ ખાનના કોલ રેકોર્ડ્સ એટલા માટે લીધા હતા કે તે તેનો કેસ મજબૂત કરી શકે.

કંગના

કંગના

ડીસીપી અભિષેક ત્રિમુખે કહ્યું કે આયેશાને આ મામલે પોલીસ પુછપરછ માટે જલ્દી જ બોલવવામાં આવશે. વળી તપાસ તેવું પણ સુત્રોથી જાણવા મળ્યું છે કે કંગનાએ રિઝવાન સિદ્દીકીને અભિનેતા ઋતિક રોશનનો નંબર મેસેજ કર્યો હતો. અને તે વાત તો બધા જ જાણે છે કે ઋતિક અને કંગના વચ્ચે સંબંધો કેવા છે. જો કે આ અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે કે શું રિઝવાન પાસે ઋતિક રોશનની કોલ ડિટેલનો રેકોર્ડ પણ છે કે નહીં.

English summary
After Nawazuddin siddiqui Thane crime branch summon ayesha shroff in CDR scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X