For Quick Alerts
For Daily Alerts

પુલવામા હુમલોઃ પાકિસ્તાની કલાકારો સાથે કામ ન કરો, બોલિવુડને ‘મનસે'ની ચેતવણી
પુલવામામાં થયેલા આતંકી હુમલાએ દરેક હિંદુસ્તાનીનું લોહી ઉકળી રહ્યુ છે. આ હુમલામાં સીઆરપીએફના 44 જવાન શહીદ થઈ ગયા જ્યારે ઘણા ગંભીર રીતે ઘાયલ છે. ઘટના બાદ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મ્યુઝિક કંપનીઓને અલ્ટીમેટમ આપીને પાકિસ્તાની કલાકારો સાથે કામ નહિ કરવાની ચેતવણી આપી છે. મનસેના વિભાગ પ્રમુખ અમેય ખોપરે કહ્યુ, 'અમે ભારતીય સંગીત કંપનઓ જેવી કે ટી સીરિઝ, સોની મ્યુઝિક, વીનસ, ટિપ્સ મ્યુઝિક વગેરેને પાકિસ્તાની ગાયકો સાથે કામ ન કરવા માટે મૌખિક રીતે જણાવ્યુ છે. આ કંપનીઓને આમ કરવાનું તરત બંધ કરવાનું રહેશે નહિતર પછી અમે પોતાના અંદાજમાં કાર્યવાહી કરીશુ.'
આ પણ વાંચોઃ પુલવામા હુમલાના વિરોધમાં દિલ્લી સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં આજે બજાર બંધ
Comments
English summary
after pulwama attack raj thackray mns says ban pakistan artists
Story first published: Monday, February 18, 2019, 11:43 [IST]