અમદાવાદ: સલમાન ખાને ગાંધી આશ્રમની લીધી મુલાકાત, ફિલ્મ અંતિમનું કર્યું પ્રમોશન, ઝલક જોવા ફેન્સે કરી પડાપડી
બોલિવૂડના દબંગ સલમાન ખાનની ફિલ્મ 'અંતિમ' થોડા દિવસ પહેલા જ રિલીઝ થઇ છે અને બોક્સ ઓફીસ પર તે સુપર હિટ રહી છે. હવે સલમાન ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવ્યો છે અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમમાં તેણે રેંટિયો પણ કાત્યો હતો. અહીં સલમાનનું સુતરની આંટીથી સ્વાગત કરવામાં આ્યું હતુ.

ગાંધી આશ્રમમાં સુતરની આંટીથી કરાયુ સન્માન
સલમાને જ્યારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી ત્યારે તેનું પણ સુતરની આંટીથી સન્માન કરવામાં આવ્યું હતુ પરંતુ સલમાને ગળાની જગ્યાએ હાથમાં લકીની જેમ તે આંટી પહેરી હતી અને તે પહેરીને જ આખા આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમની મુલાકાતી બુકમાં લખ્યું હતુ કે હું અઙીયા આવીને ખુબ જ પ્રસન્ન થયો છુ. મને આ આશ્રમ એટલી હદે ગમી ગયો કે આ મુલાકાત હું ક્યારેય નહી ભુલી શકુ. મે મારા જીવનમાં પ્રથમ વખત ચરખો કાંત્યો હતો અને તેના પ્રત્યે સન્માનની ભાવના જાગૃત થઇ છે. હું આશા રાખુ છુ કે હું ફરી અહી આવીશ.

આયુષ શર્માને ટ્રોલ કરવામાં આવ્યો
આયુષ શર્માએ ફિલ્મ 'અંતિમ - ધ ફાઈનલ ટ્રુથ'માં નેગેટિવ રોલ કર્યો છે અને આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલ કરી રહ્યો છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી શરૂઆત મળી છે અને માનવામાં આવી રહ્યું છે કે તે સારી કમાણી કરવામાં સફળ રહેશે. આયુષ વિશે વાત કરતા સલમાને કહ્યું હતુ કે મેં કેટલીક કૉમેન્ટ્સ પણ વાંચી હતી. મેં એવી કોમેન્ટ્સ વાંચી કે 'આયુષ શર્માને બદલે સલમાન ખાને કૂતરાને લૉન્ચ કરવો જોઈએ'. કોઈએ લખ્યું કે 'તે છોકરી જેવો દેખાય છે અને તેણે અભિનય ન કરવો જોઈએ'.

ફેન્સે કરી પડાપડી
સલમાનની એક ઝલક જોવા માટે ફેન્સ ગાંડાતૂર બન્યા હતા. પોતાનો ફેવરિટ સ્ટાર અમદાવાદમાં પોતાની નજરો સામે હોય તો ફેન્સ કેવી રીતે શાંત રહી શકે. તેને જોવા માટે લોકોએ પડાપડી કરી હતી. બેરિકેટ તોડી દેવામાં આવ્યા હતા અને આશ્રમમાંથી નીકળતા સમયે સલમાનની ગાડીને લોકોએ ઘેરી લીધી હતી.