બહેનના લગ્નમાં અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યાએ કર્યો શાનદાર ડાંસ, આરાધ્યાએ જીત્યુ દિલ, જુઓ Pics-Video
મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચન આ વર્ષની શરૂઆતમાં બેંગલુરુમાં પોતાની કઝિન શ્લોકા શેટ્ટીના લગ્નમાં શામેલ થઈ હતી. તેની સાથે અભિષેક બચ્ચન અને આરાધ્યા પણ દેખાયા હતા. લગ્નમાંથી અમુક ફોટા સામે આવ્યા હતા. હવે લગ્ન સમારંભમાંથી નવા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક તરફ સંગીતમાં ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યા દેસી ગર્લ પર ડાંસ કરતા દેખાઈ રહ્યા છે.
વિદાય દરમિયાન આરાધ્યા પોતાની માસીના આંસુ લૂછતી પણ જોવા મળી રહી છે. લગ્નના એક નવા વીડિયોમાં આપણને ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યા દરેક ફંક્શનમાં એન્જૉય કરતા દેખાઈ રહ્યા છે. વળી, આરાધ્યાનો એક વીડિયો લોકોનુ દિલ જીતી રહ્યો છે. આ વીડિયો શ્લોકા શેટ્ટીની વિદાયનો છે.

શ્લોકા આંટી રડશો નહિ, હું છુ ને..
વિદાય વખતે શ્લોકા પોતાના માના ગળે મળીને રડવા લાગે છે. જ્યારે તે પોતાની બહેન ઐશ્વર્યા અને ભાણી આરાધ્યા પાસે જાય છે ત્યારે આરાધ્યા રડતા રડતા શ્લોકાને ખૂબ પ્રેમથી ચૂપ કરાવતી દેખાય છે અને કહે છે કે.. શ્લોકા આંટી રડશો નહિ, હું છુ ને.. આરાધ્યાની આ વાત સાંભળીને ત્યાં બધા લોકોના ચહેરા પર સ્મિત આવી જાય છે. આરાધ્યાનો આ વીડિયો લોકોને ખૂબ જ ગમી રહ્યો છે.

કઝિનના લગ્નમાં પહોંચી ઐશ્વર્યા
શ્લોકા શેટ્ટીના લગ્ન બેંગલુરુમાં હતા જ્યાં ઐશ્વર્યા પોતાના પતિ અને દીકરી સાથે પહોંચી હતી. ત્રણે દરેક રીતિ રિવાજમાં શામેલ થતા દેખાયા. આ ફોટામાં ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી છે.

દેસી ગર્લ પર કર્યો ડાંસ
સંગીતના ફંક્શનમાં ઐશ્વર્યા રાય, આરાધ્યા બચ્ચન અને અભિષેક બચ્ચન દેસી ગર્લ ગીત પર ડાંસ કરતી દેખાઈ રહી છે. આરાધ્યાનો આ અંદાજ ફેન્સને ખૂબ જ ગમી રહ્યો છે.

સુંદર લાગી રહી છે એશ
આ ફંક્શન માટે ઐશ્વર્યા રાયે લાલ રંગનુ સુંદર આઉટફિટ પહેર્યુ હતુ જ્યારે દીકરી આરાધ્યા માટે તેમણે પિંક કલરનો લહેંગો પસંદ કર્યો. જેમાં આરાધ્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ઐશ્વર્યા રાય બચ્ચનની કઝિનના લગ્ન
અભિષેક બચ્ચને એક ઈન્ટરવ્યુ દરમિયાન આરાધ્યાના પાલનપોષણ માટે ઐશ્વર્યા રાયને પૂરી ક્રેડિટ આપી હતી. એક્ટરે કહ્યુ હતુ, 'ઐશ્વર્યાએ આરાધ્યાને બધુ જણાવ્યુ અને સમજાવ્યુ કે તે કયા પરિવારથી આવે છે. જ્યારે તે નાની હતી ત્યારથી તેણે આરાધ્યાની આ વાત પર ધ્યાન આપવાનુ શરૂ કરી દીધુ હતુ. આરાધ્યા જાણે છે કે તેના દાદા અને દાદી, મમ્મી અને પપ્પા એક્ટર્સ છે, અમે ભાગ્યશાળી છે અને કરોડો લોકોનો પ્રેમ અને ઈજ્જત અમને મળે છે.'