બિગ ઝી એવોર્ડ! આ એક્ટ્રેસને કારણે છોભીલા પડ્યા સલમાન ખાન

Written By:
Subscribe to Oneindia News

ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની પ્રેમકહાણી સમાપ્ત થયે વર્ષો વીતી ગયાં છે, આમ છતાં આજે પણ જો બંન્ને એક જ ઇવેન્ટ અટેન્ડ કરવાના હોય તો લોકોની નજર તેમના પર જ મંડાયેલી હોય છે. આ બંન્ને આમ તો બને ત્યાં સુધી સેમ ઇવેન્ટમાં જવાનું ટાળે છે. ઘણા લાંબા સમય બાદ શનિવારે આ બંન્નેએ એક જ ઇવેન્ટ અટેન્ડ કરી હતી, જે હતી બિગ ઝી એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ! જી હા, આ બંન્ને એક જ દિવસે, એક જ ઇવેન્ટમાં જોવા મળ્યાં હતા.

સલમાન-એશની અવોઇડ ગેમ

સલમાન-એશની અવોઇડ ગેમ

આ બંન્ને અલગ-અલગ ટાઇમે ઇવેન્ટમાં પહોંચ્યા હતા. કહેવાઇ રહ્યું છે કે, સલમાન અને એશ બંન્નેના પીઆર ખૂબ સ્માર્ટ છે અને તેમણે એ વાત પાકી કરી હતી કે ઇવેન્ટમાં ભૂલથી પણ સલમાન અને એશ સામ-સામે ન થઇ જાય, જેથી વણજોઇતું મીડિયા અટેન્શન ટાળી શકાય.

છવાયો બચ્ચન પરિવાર

છવાયો બચ્ચન પરિવાર

આ એવોર્ડ ફંક્શનમાં બચ્ચન પરિવાર છવાઇ ગયો હતો. ઐશ્વર્યા રાય બચ્ચન ત્રણ ટ્રોફી લઇ ઘરે પરત ફરી હતી. ઐશ્વર્યાને 'સરબજીત' માટે મોસ્ટ એન્ટરટેઇનિંગ એક્ટર ઇન ડ્રામા - ફીમેલ, અમિતાભ બચ્ચનને ફિલ્મ 'પિંક' માટે મોસ્ટ એન્ટરટેઇનિંગ એક્ટર ઇન ડ્રામા - મેલ અને અભિષેકને ફિલ્મ 'હાઉસફુલ-3' માટે મોસ્ટ એન્ટરટેઇનિંગ એક્ટર ઇન કોમેડી - મેલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન આ ઇવેન્ટમાં બ્લૂ સૂટમાં પહોંચ્યા હતા અને ખૂબ હેન્ડસમ લાગી રહ્યાં હતા. તેમણે આ ઇવેન્ટમાં પર્ફોમન્સ પણ આપ્યું હતું. જો કે, ઐશ્વર્યાની ગેરહાજરી છતાં સલમાન એક એક્ટ્રેસને કારણે થોડી છોભીલી પરિસ્થિતિમાં મુકાઇ ગયા હતા.

છોભીલી પરિસ્થિતિમાં મુકાયા સલમાન

છોભીલી પરિસ્થિતિમાં મુકાયા સલમાન

આ એવોર્ડ ફંક્શનમાં એક્સ બિગ બોસ કન્ટેસ્ટંટ સના ખાન પણ પહોંચી હતી અને સલમાનને જોતાં જ તેમને મળવા પોહોંચી હતી. બેકલેસ ગાઉનમાં સજ્જ સનાએ ખુશ થઇને સલમાનને બાથમાં લેતા સલમાન ઓકવર્ડ પરિસ્થિતિમાં મુકાઇ ગયા હતા અને તેમણે હાથની મુઠ્ઠી વાળી લીધી હતી. સલમાન અને સનાની આ તસવીર આ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે.

બેસ્ટ એક્ટર: શાહિદ કપૂર

બેસ્ટ એક્ટર: શાહિદ કપૂર

આ ફંક્શનમાં ફરી એકવાર બેસ્ટ એક્ટરનો એવોર્ડ શાહિદ કપૂરને ફાળે ગયો હતો. ફિલ્મ 'ઉડતા પંજાબ' માટે તેને આ એવોર્ડ મળ્યો હતો. 'ઉડતા પંજાબ'ની શાહિદની કોસ્ટાર આલિયા ભટ્ટ કંઇક આ અંદાજમાં જોવા મળી હતી.

'દંગલ' ગર્લ ઝાયરા વસીમ

'દંગલ' ગર્લ ઝાયરા વસીમ

આમિર ભલે અવોર્ડ શો અવોઇડ કરતાં હોય, પરંતુ તેમની સુપરહિટ ફિલ્મ 'દંગલ'માં નાની ગીતા ફોગાટનું પાત્ર ભજવનાર ઝાયરા વસીમ એવોર્ડ શોમાં પહોંચી હતી. બ્લેક ગાઉનમાં તે અત્યંત ક્યૂટ લાગી રહી હતી. 'દંગલ' માટે તેને સિંગર અરમાન મલિકાના હાથે બેસ્ટ ચાઇલ્ડ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

કાજોલ અને દિશા પટાણી

કાજોલ અને દિશા પટાણી

આ એવોર્ડ ફંક્શનમાં કાજોલ મિડનાઇટ બ્લૂ કલરના શિમરિંગ ગાઉનમાં જોવા મળી હતી, તે હાલ પોતાની ધનુષ સાથેની આગામી ફિલ્મ 'VIP 2'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિવાય હોટ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાણી પણ અહીં જોવા મળી હતી. રેડ કલરના ગાઉનમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી.

નીલ બટે સન્નાટા

નીલ બટે સન્નાટા

વર્ષ 2016માં આવેલ સુંદર ફિલ્મ 'નીલ બટે સન્નાટા' માટે એક્ટ્રેસ સ્વરા ભાસ્કરને બેસ્ટ એક્ટ્રેસ ઇન કોમેડીનો એવોર્ડ મળ્યો હતો. તેણે સોશિયલ મીડિયા આ તસવીર પોસ્ટ કરતાં ઝીનો આભાર માન્યો હતો.

English summary
What happened when Aishwarya Rai Bachchan and Salman Khan attended the same award gala - Big Zee Entertainment Awards. Read on to know the inside details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.