એલર્ટ: ઐશ્વર્યાની આ તસવીરો જોઇને તમે તેના પ્રેમમાં પડી જશો!

Posted By:
Subscribe to Oneindia News

ઐશ્વર્યા રાય બચ્ચને હાલમાં જે એક જાણીતા મેગેઝિન માટે રોયલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું. ત્યારે આ ફોટોશૂટમાં ઐશ્વર્યા રાય બચ્ચનની ખૂબસૂરતી એટલી સુંદર રીતે ઝલકતી હતી કે તેને જોનાર તમામની નજરો બે સેકન્ડ માટે ખાલી ઐશ્વર્યાને જ જોતી રહી.

નોંધનીય છે કે 5 વર્ષ બાદ ઐશ્વર્યા રાય બચ્ચન રૂપેરી પડદે પાછી ફરી રહી છે ત્યારે તેની ફિલ્મ જઝબાને લઇને ઐશ્વર્યા ખૂબ જ ઉત્સુક છે અને આ જ કારણ છે કે તે ફિલ્મના પ્રમોશનમાં ઐશ્વર્યા રાય બચ્ચન કોઇ કસર છોડવા નથી માંગતી. આ જ કારણ છે કે હાલમાં જ ઐશ્વર્યાએ જાણીતા મેગેઝિન કોન્ડી નેસ્ટ ટ્રાવેલર માટે ફોટોશૂટ કરાવ્યું.

 

આ ફોટોશૂટ માટે ઐશ્વર્યાને જાણીતા ફેશન ડિઝાઇનર સાબ્યાસાચી મુખર્જી તૈયાર કરી હતી. અને પ્રસાદ નાઇક નામના ફોટોગ્રાફર દ્વારા એશનું આ ક્લાસિક રોયલ વિન્ટેઝ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. ત્યારે ઐશ્વર્યાની નખશિશ સુંદરતામાં ખોવાવા માટે તૈયાર થઇ જાવ અને જુઓ એશની આ સુંદર તસવીરો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

રોયલ ઐશ્વર્યા રાય બચ્ચન
  

રોયલ ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચને આ ફોટોશૂટ માટે રોયલ લૂક અપનાવ્યો હતો. અને કહેવાની કોઇ જરૂર નથી કે ઐશ્વર્યા આ ફોટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

અફીણી આંખો
  

અફીણી આંખો

આપણા ગુજરાતીમાં એક શાયરી છે તારો આંખોના અફીણી તારા બોલનો બંધાણી. ત્યારે ઐશની આ તસવીર અને તેની આ ખૂબસૂરત આંખો ખરેખરમાં આ વાતની સાક્ષી પૂરે તેવી છે.

ક્લોઝ અપ
  

ક્લોઝ અપ

ત્યારે ઐશ્વર્યાની નખશિશ સુંદરતા, નજકતતા મૂકપણે દર્શાવતો એશનો આ ક્લોઝ અપ ફોટો.

ટાઇમલેસ બ્યૂટી
  
 

ટાઇમલેસ બ્યૂટી

ત્યારે આ ફોટોમાં ઐશ્વર્યાની સુંદરતાને જોતા ખાલી એક જ વિચાર આવે છે ઐશ્વર્યાની સુંદરતાના સમય બદલી નથી શક્યો.

વિન્ટેઝ લૂક
  

વિન્ટેઝ લૂક

ત્યારે ઐશ્વર્યાના આ વિન્ટેઝ લૂકમાં તે લાગી રહી છે બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ. વળી તેની ડાર્ક લિપસ્ટિક તેની નશીલી આંખો અને શોર્ટ હેર સ્ટાઇલ તેને આપે છે ખાસ અંદાજ.

સ્ટાઇલ દિવા
  

સ્ટાઇલ દિવા

ત્યારે અન્ય એક ફોટોમાં સ્ટાઇલ દિવા ઐશ્વર્યા રાય બચ્ચન કંઇક આવી લાગતી હતી. ત્યારે તેની સુંદરતાને જોઇને ભલ ભલા તેના કાયલ થઇ જશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

ઐશ્વર્યા
  

ઐશ્વર્યા

ઐશ્વર્યાએ આ ફોટોશૂટ જાણીતા ટ્રાવેલ મેગેઝિન કોન્ડી નેસ્ટ ટ્રાવેલર માટે કરાવ્યું હતો. જેમાં તેની સુંદરતા બેનમૂન લાગતી હતી.

સ્ટાઇલ
  

સ્ટાઇલ

વળી એશના આ ફોટોશૂટ માટે સાયબ્યાચી મુખર્જીએ સ્ટાયલિંગ કર્યું હતું અને પગથી લઇને માથા સુધી એશને આ નવું લૂક આપ્યું હતું.

નજરના જામ
  

નજરના જામ

તો બીજી તરફ ઐશ્વર્યા પર પણ આ રોયલ લૂક એકદમ ફીટ બેસતું હતું. ઐશ્વર્યા છે જ એટલી સુંદર કે કોઇ પણ કપડા તે સરસ જ લાગે છે.

જઝ્બા
  

જઝ્બા

ત્યારે હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ જઝ્બા રિલિઝ થઇ છે. ત્યારે ઐશ્વર્યાને આ ફિલ્મ હિટ જાય તેવી અમારી શુભેચ્છા!

English summary
The Indian edition of one of the most elaborate magazines, Conde Nast Traveller is celebrating its fifth anniversary this October. But what's the best part? You will see the timeless beauty, Aishwarya Rai Bachchan on the cover of the magazine.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.