Video: 'સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે બેબી બંપ', ઐશ્વર્યા રાય બચ્ચનના કપડા જોઈને બોલ્યા યુઝર્સ
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને હાલમાં જ પોતાની દીકરી આરાધ્યા બચ્ચન સાથે મુંબઈની પ્રાઈવેટ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી છે જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ ચીલ જેવી આંખોવાલા ફેન્સ દાવો કરી રહ્યા છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને તેના પતિ અભિષેક બચ્ચન બીજા બાળકના માતાપિતા બનવાના છે.

યુઝર્સે કર્યો એશના પ્રેગ્નેન્ટ હોવાનો દાવો
બૉલિવુડની સુંદર અભિનેત્રીમાંની એક ઐશ્વર્યા રાય બચ્ચન શુક્રવારે મધ્ય પ્રદેશના ઓરછા પહોંચી હતી જેના માટે તેણે મુંબઈના પ્રાઈવેટ એરપોર્ટથી ફ્લાઈટ લીધી હતી. આ દરમિયાન ઐશ્વર્યા રાય સાથે તેની દીકરી આરાધ્યા પણ હાજર હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેની આ ટૂરના વીડિયો અને ફોટા વાયરલ થઈ ગયા પરંતુ આ દરમિયાન જે વાત પર લોકોનુ ધ્યાન ગયુ તે એશનો બ્લેક લૂઝ ડ્રેસ અને પ્રેગ્નેન્ટ હોવાનો દાવો.

યુઝર્સ બોલ્યા - સાફ દેખાઈ રહ્યુ છે બેબી બંપ
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાયના પ્રેગ્નેન્ટ હોવાના સમાચારો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ એ અફવાએ ફરીથી જોર ત્યારે પકડય્યુ જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચને મુંબઈના એરપોર્ટની બહાર નીકળતી જોવામાં આવી. અભિનેત્રીનો ઑલ-બ્લેક ડ્રેસ લુક ઘણો સુંદર લાગી રહ્યો હતો અને હંમેસાની જેમ તે સુંદર લાગી રહી હતી. આ તરફ વીડિયો વાયરલ થતા જ નેટિઝન્સે આના પર રિએક્શન આપવાનુ શરૂ કરી દીધુ હતુ કે તેનુ બેબી બંપ ચોખ્ખુ દેખાઈ રહ્યુ છે.

ઐશ્વર્યા પ્રેગ્નેન્ટ હશે કારણકે...
એશના આ વાયરલ વીડિયો પર ઘણા બધા યુઝર્સે પૂછ્યુ કે શું તે પ્રેગ્નેન્ટ છે? ફેન્સ તેના આ લુક ઉપરાંત કમેન્ટ કરીને ઘણા બધા સવાલ પ્રેગ્નેન્ટ હોવા વિશે પૂછ્યા. એક યુઝરને એવુ લાગે છે કે તે પ્રેગ્નેન્ટ છે, એ એક ગુડ ન્યૂઝ છે. વળી, વધુ એક ફેને કમેન્ટ કરીને લખ્યુ કે તેનુ બેબી બંપ ચોખ્ખુ દેખાય છે. ત્રીજા એક યુઝરે કમેન્ટ કરી કે ઐશ્વર્યા પ્રેગ્નેન્ટ હશે કારણે કે તે આટલી મોટી ન હોઈ શકે.

શું બીજા બાળકની આશા કરી રહી છે એશ?
એશનો આ વીડિયો પિંકવિલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે જેને અત્યાર સુધી લગભગ 14 હજાર લોકોએ જોયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એશે બ્લેક ડ્રેસ પહેર્યો છે. વળી, જો આ અફવા સાચી હોય તો ઐશ્વર્યા રાય બચ્ચનના ફેન્સ માટે વાસ્તવમાં ઉત્સાહિત થનારા સમાચાર છે. તમે પણ જુઓ એશનો નવો વીડિયો...