For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IFFM માં ત્રિરંગો લહેરાવનાર પ્રથમ ભારતીય મહિલા ઐશ્વર્યા રાય

IFFM ની ઇવેન્ટમાં ત્રિરંગો લહેરાવનાર પ્રથમ ભારતીય મહિલા બની ઐશ્વર્યા રાય બચ્ચન. આ એવોર્ડનું સંપૂર્ણ વિનર્સ લિસ્ટ જાણો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન 2017 11 ઓગસ્ટના રોજ યોજાયો હતો, આ ઇવેન્ટમાં બોલિવૂડના ઘણા મોટા સિતારાઓ પહોંચ્યા હતા. આ ઇવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સુશાંત સિંહ રાજપૂત, કરણ જોહર, સિમી ગરેવાલ, કોંકણા સેન શર્મા, રાજકુમાર રાવ વગેરે જેવા સિતારાઓ જોવા મળ્યા હતા.

ઐશ્વર્યાએ લહેરાવ્યો ત્રિરંગો

ઐશ્વર્યાએ લહેરાવ્યો ત્રિરંગો

આ ફંક્શનમાં ઐશ્વર્યા રાય બચ્ચનની સાથે તેની પુત્રી અરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી અને ઐશ્વર્યા આ ફંક્શનમાં ત્રિરંગો લહેરવાનાર પહેલી ભારતીય મહિલા બની હતી. આ વર્ષે ભારત 70મો સ્વતંત્રતા દિવસ ઉજવશે, એ નિમિત્તે ફેડરેશન સ્ક્વેર ખાતે ભારતીય ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ આખી ઇવેન્ટ દરમિયના ઐશ્વર્યાની પુત્રી અરાધ્યા બચ્ચન પણ તેની સાથે જોવા મળી હતી.

બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસ

બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસ

આ એવોર્ડ ફંક્શનમાં સુશાંત સિંહ રાજપૂતને ફિલ્મ 'એમ.એસ.ધોની' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ માટે સુશાંતે અભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'આ એવોર્ડ મેળવીને મને ખૂબ સન્માનની લાગણી અનુભવાય છે. છેલ્લા વર્ષ 2006માં હું મેલબર્ન આવ્યો ત્યારે કોમનવેલ્થ ગેમ્સમાં બેકઅપ ડાન્સર હતો અને આજે હું બેસ્ટ એક્ટરનો એવોર્ડ રિસિવ કરી રહ્યો છું.' ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુરખા' માટે કોંકણા સેન શર્માને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

સ્પેશિયલ મેન્શન

સ્પેશિયલ મેન્શન

રાજકુમાર રાવને ફિલ્મ 'ટ્રેપ્ડ' માટે સ્પેશિયલ મેન્શન મળ્યું હતું. રાહુલ બોઝને 'ઇક્વાલિટી ઇન સિનેમા' એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ 'દંગલ' અને 'બાહુબલી'ને પિપલ્સ ચોઇસ એવોર્ડ મળ્યો હતો. કરણ જોહરને 'લીડરશિપ ઇન સિનેમા' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

બેસ્ટ ઇન્ડિયન ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર

બેસ્ટ ઇન્ડિયન ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર

બેસ્ટ ઇન્ડિયન ફિલ્મ બની હતી અલંક્રિતા શ્રીવાસ્તવની 'લિપસ્ટિક અંડર માય બુરખા'. બેસ્ટ ફિલ્મનો એવોર્ડ અમિતાભ બચ્ચનની 'પિંક'ને ફાળે ગયો હતો. 'દંગલ' માટે નિતેશ તિવારીને બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ અંગે ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, આ મારો પ્રથમ ઇન્ટરનેશનલ એવોર્ડ છે, જે મને ચોક્કસ જ હંમેશા યાદ રહેશે.

ગ્લોબલ સિનેમા

ગ્લોબલ સિનેમા

ઐશ્વર્યા રાય બચ્ચનને 'વેસ્ટપેક આઇએફએફએમ એક્સેલન્સ ઇન ગ્લોબલ સિનેમા એવોર્ડ' આપવામાં આવ્યો હતો. આ માટે આભાર વ્યક્ત કરતાં તેણે કહ્યું હતું, આ એવોર્ડ લેતાં હું ખૂબ સન્માનની લાગણી અનુભવી રહી છું અને સૌનો આભાર માનું છું. ક્રિએટિવ માણસ તરીકે અમને હંમેશા થોડું વધારે કરવાની ઇચ્છા થાય છે, એક આર્ટિસ્ટ તરીકે મારે હજુ ઘણું કામ કરવાનું છે. હું મારા ફેન્સનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને કારણે અમને અમારું સપનું જીવવાની તક મળે છે.

English summary
Check out these latest pictures of Aishwarya Rai Bachchan, hoisting the Indian flag in Melbourne, along with Aaradhya Bachchan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X