EDએ ઐશ્વર્યા રાયને મોકલ્યા સમન, જાણો કયા મામલે થવાની છે પૂછપરછ
મુંબઈઃ ઈડીએ જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને સમન મોકલ્યા છે. માહિતી મુજબ એજન્સીએ એક કેસ વિશે પૂછપરછ માટે ઐશ્વર્યા રાયને સમન મોકલ્યા છે. ઐશ્વર્યાને આજે(20 ડિસેમ્બર)ના રોજ ઈડીએ ઑફિસમાં બોલાવી છે. તેની પનામા પેપર લીક કેસમાં પૂછપરછ થશે. આ કેસને લઈને ઈડીએ ફેમાં હેઠળ તેને સમન જાહેર કરીને પૂછપરછમાં શામેલ થવા માટે કહ્યુ છે.

પહેલા બે સમન પર નથી થઈ હાજર
પનામા પેપર્સની તપાસ સાથે જોડાયલ કેસમાં ઐશ્વર્યા રાયને ઈડીનુ આ ત્રીજુ સમન છે. પહેલી બે વાર તે ઈડી સામે હાજર નહોતી થઈ. બંને વાર તેના તરફથી પનામા પેપર્સની તપાસ કરી રહેલ વિશેષ તપાસ દળ સામે નોટિસના સ્થગનની અરજી આપવામાં આવી હતી. હવે તેને ફરીથી સમન મોકલવામાં આવ્યા છે.

આજે પણ ઈડી સામે હાજર નહિ થાય ઐશ્વર્યા!
ઈડીએ ફેમા હેઠળ ઐશ્વર્યા રાયને નોટિસ જાહેર કરીને પૂછપરછ માટે સોમવારે દિલ્લી મુખ્યાલય બોલાવી છે. માહિતી મુજબ ઐશ્વર્યા રાય આજે પણ ઈડીની ઑફિસમાં હાજર નહિ થાય. તેણે પોતાના હાજર ન થઈ શકવાની માહિતી ઈડીને લેખિતમાં આપી દીધી છે. ત્યારબાદ હવે ઈડી હવે તેને નવી નોટિસ જાહેર કરશે.

પનામા લિસ્ટમાં ઐશ્વર્યા અને અમિતાભનુ પણ નામ
પાંચ વર્ષ પહેલા 2016માં ટેક્સ બચાવવા માટે વિદેશોમાં ખોલવામાં આવેલ ફર્મોને લઈને જાહેર કરેલ પનામાની લૉ ફર્મ ફૉન્સેકાના ડૉક્યુમેન્ટસ સામે આવ્યા હતા. પનામા પેપર્સની આ લિસ્ટમાં લગભગ 500 ભારતીયોના પણ નામ છે. આ દસ્તાવેજોમાં ઐશ્વર્યા રાય અને તેમના સસરા અમિતાભ બચ્ચનનુ પણ નામ શામેલ છે. પનામા પેપર્સની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી હતી. ભારતમાં પણ આને લઈને ઘણો હોબાળો થયો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ બાબતે તપાસ માટે મલ્ટી એજન્સી ગ્રુપની રચના કરી હતી.