સલમાન બાજીરાવ ન હતો, કે ના હું મસ્તાની: ઐશ્વર્યા!

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં ઐશ્વર્યા આગામી ફિલ્મ જઝ્બાને લઇને જોરશોરથી પ્રમોશનમાં બીઝી છે. ત્યારે આખરે ઐશ્વર્યા રાયે પણ પ્રમોશનના નીતનવા હથિયાર અજમાવવાનું શીખુ જ લીધુ. એટલે જ તો ઐશ્વર્યા આજકાલ જેટલુ ખુલીને વાત કરે છે, તેટલી ખુલીને વાત તેણે ક્યારેય નથી કરી. આશ્ચર્યની વાત તો એ છેકે ઐશ્વર્યા રાયે લાંબા સમય બાદ પોતાના અને સલમાન ખાન અંગે વાત કરી છે, અને તે પણ બાજીરાવ ફિલ્મને લઇને.

એશે હાલમાં જ કહ્યું છેકે બધાં જાણે છેકે સંજય લીલા ભણશાલી હમ દિલ દે ચૂકે સનમ બાદ બાજીરાવ મસ્તાની બનાવવા ઇચ્છતા હતા. એશે આગળ કહ્યું હતુ કે "જો એક સાહેબ તેમા બાજીરાવ હોતા તો હું મસ્તાની બનત" પરંતુ એવુ નથી થયુ, અને હવે તે અંગે વાત કરવી યોગ્ય નહિં રહે. દરેક ફિલ્મની એક કિસ્મત હોય છે.

 

જી હા, આ ફિલ્મની વાત કરતી વખતે ઐશે સલમાનનું નામ ન લીધુ અને સમાચારોમાં વાત થવા માટે એટલુ જ પૂરતુ હતુ. તો આવો જાણીએ કે એક-બે નહિં પરંતુ 8 સુપરસ્ટાર્સે બાજીરાવ આખરે કેમ છોડી.

એશ-સલમાન
  

એશ-સલમાન

હમ દિલ દે ચુકે સનમ બાદ સંજય લીલા ભણશાલીનું સ્વપ્ન બાજીરાવ મસ્તાની બનાવવાનું હતું.

ઐશ્વર્યા રાય
  

ઐશ્વર્યા રાય

સંજય લીલા ભણશાલીની મસ્તાનીના રોલમાં સૌથી પહેલી પસંદ ઐશ્વર્યા રાય હતી.

સલમાન ખાન
  

સલમાન ખાન

જ્યારે જમાનો હમ દીલ દે ચુકે સનમનો હતો, ત્યારે ફિલ્મમાં સલમાનનું હોવુ તો બને છે. તેમા કોઇ શક નહતો.

કરીના કપૂર
  
 

કરીના કપૂર

ત્યારબાદ સલમાન અને ઐશ્વર્યાનું બ્રેકઅપ થયું. અને ફિલ્મમાં કરીના આવી. કરીનાએ સલમાન સાથે ફિલ્મનું પોસ્ટર પણ શુટ કરી લીધુ હતુ.

ઋત્વિક રોશન
  

ઋત્વિક રોશન

ત્યારબાદ સલમાને ફિલ્મ છોડી દીધી. અને તેની જગ્યાએ ઋત્વિકની પસંદગી થઇ. પરંતુ તે એકસાથે 200 ડેટ્સ આપવાના મૂડમાં નહતા.

રાની મુખર્જી
  

રાની મુખર્જી

ફિલ્મમાં સલમાન અને કરીનાની સાથે રાની મુખર્જી પણ હતી પણ પછી તેમની ફિલ્મના શું હાલ થવા લાગ્યા તે સૌ કોઇ જાણે છે.....AIYAAAAAA

શાહરૂખ ખાન
  

શાહરૂખ ખાન

આ ફિલ્મ અંગે શાહરૂખ ખાનને પણ ઓફર કરવામાં આવી હતી, પરંતુ શાહરૂખ ખાને વધુ મોડું કર્યા વગર ફિલ્મ માટે ના પાડી દીધી. જો કે અશોકા કોઇ નહીં ભૂલ્યુ હોય.

અજય દેવગન
  

અજય દેવગન

અજય દેવગને ડેટ્સ નહીં હોવાનું બહાનું આગળ ધરી દીધુ હતુ, પરંતુ વાસ્તવમાં તેઓ ડબલ ફી માંગી રહ્યાં હતા.

કેટરીના કૈફ
  

કેટરીના કૈફ

ફિલ્મ કેટરીના કૈફને પણ ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેનુ માનવુ હતુ કે રણવીર તેનાથી ઉંમરમાં નાનો લાગશે.

FINAL
  

FINAL

આખરે આ રોલ રણવીરે કર્યો, સૂત્રોનું માનીએ તો આ રોલમાં તે બંધ બેસે છે. અને રણવીરનો સાથ ફિલ્મમાં આપ્યો છે દિપીકા પાદુકોણે, તો ફિલ્મમાં પ્રિયંકા ચોપરાનો પણ અગત્યનો રોલ છે.

English summary
Aishwarya rai talks about bajirao mastani with salman khan
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.