બુરા ના માનો હોલી હે... કોને મળશે 'Ghanta' એવોર્ડ!
હોળીના તહેવારમાં રંગો લગાવતા પહેલા આપણે એવું કહીએ છીએ કે બુરા ના માનો હોલી હે.. તો હોળીની આવી મસ્તીમાં લોકો કંઇપણ કરીને સાઇડમાં થઇ જવાનું મૂડ બનાવે છે. તો સુપરસ્ટાર્સની ખેંચવાનો આનાથી સારી તક શું હોઇ શકે. અને સૌનો હક બને છે કારણ કે આ સુપરસ્ટાર્સે આપણી સાથે જે કર્યું છે તે પણ કંઇ સારુ નથી કર્યુ.
હા, 2014માં એવી ઘણી ફિલ્મો આવી જેની રીલ ઉઠાવીને અરબ સાગરમાં ફેંકી દેવી જોઇએ અથવા તો નાસાના કોઇ સ્પેઇસશિપમાં નાખીને આ દુનિયાથી દૂર મોકલી દેવી જોઇએ. કારણ કે જેટલું ટોર્ચર આ ફિલ્મોએ કર્યું છે તેટલું કોઇ કોઇની સાથે ના કરી શકે. એ પણ તે દર્શકોની સાથે જે રોજ મજૂરી કરીને ખાય છે, છતાં ફિલ્મો જોવા જરૂર જાય છે. બોલીવુડના તેમના લોહીમાં વહે છે પરંતુ તે જ બોલીવુડે તેમના પોતાના લોહીએ જ દગો દીધો. તો પછી શું, જાહેરાત થઇ ગઇ ઘંટા એવોર્ડની એ તમામ એક્ટર્સ અને ફિલ્મો માટે જેમણે આપણી સાથે કંઇક એવું જ આપ્યું છે, તો એમને પણ આપીએ એવો જ એવોર્ડ...
અત્રે જુઓ કોના કોના ફાળે જાય છે ઘંટા એવોર્ડ...

વાહિયાત ડાયરેક્ટર
સૌથી ઘંટા ડાયરેક્ટર માટે નોમિનેટેડ છે ફરાહ ખાન ફોર હેપ્પી ન્યૂ યર, સાઝિદ ખાન હમશકલ્સ માટે અને અનંત મહાદેવન ધ એક્સપોઝ માટે...

બકવાસપંતી એક્ટર
એક્શન જેક્સનના અજય દેવગનને ત્રણ હસીનાઓએ ટક્કર આપી- સૈફ અલી ખાન, રિતેશ દેશમુખ અને રામકપૂર, જ્યારે અક્ષય કુમારની એંટરટેઇનમેન્ટમાં જો પેલો કૂતરો ના હોત તો by dog...

સટકલી હીરોઇન
સોનાક્ષી સિન્હા... પોતાની દરેક ફિલ્મો માટે બંધ કરો આ અત્યાચાર.. જ્યારે બિપાશા બસુએ ક્રિએચર 3ડીમાં એક બાળકની સાથે રોમાંસ કર્યો અને સની લિયોને રાગિનિ એમએમએસ 2માં પોતાની જાત સાથે જ રોમાંસ કરી નાખ્યો.

પકાઉ સોંગ
જય હો નું ફોટોકોપી...
એક્સપોઝનું આઇસ્ક્રીમ ખાઉંગી...
હમશકલ્સનું કોલરટ્યૂન...

ડેબ્યૂ
શેખર સુમન- હાર્ટલેસ
મન્નારા (પ્રિયંકાની બહેનવાળી યુવતી)- ઝિદ
મીકા અને શાન- બલવિંદર સિંહ ફેમસ હો ગયા...
જોકે હજી પણ નથી ખબર કે આ બલવિંદર છે કોણ...હાહાહા

શું બકવાસ લોજીક
શાહરુખને હેપ્પી ન્યૂ યરમાં ડાન્સ શીખવાડવા માટે બાર ડાન્સર મળી.
જેકી ભગનાનીએ પોતાના મરેલા પીએમ પિતાની વિરાસત સંભાળી લીધી.
અજય દેવગનનું ગુડલક ચાર્મ....હદ છેને લોજીકની પણ...

આ સેક્સી હતું?
કોચાદિયાંમાં દીપિકા પાદુકોણ..
હોલીડેમાં બોક્સર સોનાક્ષી (જોકે એ ક્યારે સેક્સી લાગી છે યાદ કરીને બતાવશો..?)
રંગરસિયામાં પેંટિંગના રંગોમાં લપેટાયેલા રણદીપ હુડા અને નંદના સેન.

સૌથી કંટ્રોવર્સીવાળી કંટ્રોવર્સી
પીકેનું પાકિસ્તાન બેન
દીપિકાની પાસે ક્લીવેઝ છે.
અલી ઝફર (પાકિસ્તાન)એ આફરીદીની મજાક બનાવી એ પણ ઇન્ડિયાની પિક્ચરમાં.. હવે ઘણા બધા લોકો ટોટલ સિયાપ્પા ચોક્કસ જોશે.

વાહિયાત કપલ
અજય દેવગન- સોનાક્ષી, યામી, મનસ્વી, શુભી, સરિતા, પારો શું ફર્ક પડે છે.
અર્જૂન-રણવીર, ગુંડે.
અક્ષય અને તેમનું ડોગી-એંટરટેઇનમેન્ટ.

સૌથી અજીબ એડ
શ્રેયસ તલપડે- રેડ બસ.
વિવેક ઓબેરોય- સ્વચ્છ ભારત અભિયાન.
ઋતિક રોશન- સોનમ કપૂર-ઓપ્પો મોબાઇલ.

સપોર્ટ ક્યા છે.
સુનીલ શેટ્ટી અને એક ટેંક- જય હો.
કેઆરકે- એક વિલેન.
આખી હેપ્પી ન્યૂયર ટીમ.

આઇલા આ ક્યારે બન્યું...
આ ફિલ્મો ખરેખર આવી હતી...?
શોલે 3ડીમાં, ઢિશ્કિંયાઉ, ઉંગલી.

ક્રોસ કનેક્શન
પ્રિયંકા ચોપડા, મેરી કોમ
સોનમ કપૂર અને ડોક્ટર.... કયા એંગલથી? ખૂબશુરત.
આલિયા-અર્જૂન, એમબીએ સ્ટૂડેંટ્સ એ પણ આઇઆઇએમના... ફૂલફોર્મ જ પૂછી લેતા...