કનિકા કપૂરની રિસેપ્શન પાર્ટીમાં અજય દેવગનની દીકરી ન્યાસાનો સૌથી સેક્સી લુક જોઈ ફેંસ ચોંક્યા
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસાનો લેટેસ્ટ લુક ઈન્ટરનેટ પર છવાયેલો છે. ન્યાસા દેવગણને હાલમાં જ કનિકા કપૂરની રિસેપ્શન પાર્ટીમાં જોવામાં આવી. આ પાર્ટીનુ લેટેસ્ટ ફોટોશૂટ ઈન્ટરનેટ પર છવાયુ છે. ન્યાસા દેવગણ પોતાના લુક અને ગ્લેમરસ અંદાજ માટે હંમેશા ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે.

ન્યાસાના ફોટાએ મચાવી ધૂમ
આ વખતે પણ ન્યાસા દેવગનનો લેટેસ્ટ ફોટો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ તસવીરોમાં ન્યાસા તેના મિત્રો અને કનિકા કપૂર સાથે જોવા મળી રહી છે. ન્યાસા સાથે તેના મિત્રો વેદાંત મહાજન અને ઓરહાન સાથે જોડાયા હતા. લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં આખી પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ન્યાસાનો લુક કોઈ હોલીવુડ અભિનેત્રીથી કમ નથી.

ન્યાસાનો સેક્સી લુક
ન્યાસા દેવગણે પરફેક્ટ બોડી ફીટ પિંક ડ્રેસ પહેર્યો છે. ન્યાસાએ હૉટ પિંક બ્લેક હીલ્સ સાથે તેની સ્ટાઇલ બતાવી છે. ન્યાસા દેવગનના મિત્ર ઓરહાને તેના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.

પોતાના દોસ્તો સાથે ન્યાસા દેવગણ
ઓરહાનની આ તમામ તસવીરો ઈન્ટરનેટ પર સૌથી વધુ પસંદ કરવામાં આવી છે. આ તસવીરો પર કમેન્ટ કરતાં જાહ્નવી કપૂરે પણ લખ્યુ છે કે સમય બગાડવો એટલો સારો ક્યારેય નથી લાગ્યો. ન્યાસાનો આ લુક જોઈને તમે પણ ચોંકી જશો.

કનિકા કપૂરના રિસેપ્શનમાં ન્યાસા
હાલમાં તેની ગ્લેમરસ સ્ટાઈલને જોઈને કહી શકાય કે તે જલ્દી જ મોટા પડદા પર અભિનેત્રી તરીકે ડેબ્યુ કરશે. થોડા દિવસો પહેલા ન્યાસા દેવગણે સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક પણ કર્યુ હતુ.

ન્યાસાનો લુક
થોડા સમય પહેલા ન્યાસાને તેના રંગ અને દેખાવ માટે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી પરંતુ હાલમાં ટ્રોલર્સને પાછળ છોડીને ન્યાસાએ તેના ગ્લેમરથી બધાની બોલતી બંધ કરી દીધી છે. ન્યાસાએ કનિકા કપૂરની રિસેપ્શન પાર્ટીમાં ધમાલ મચાવી હતી.