For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજય દેવગણના પિતા અને ફેમસ એક્શન ડાયરેક્ટર વીરુ દેવગણનું નિધન

બોલિવૂડના ફેમસ એક્શન ડાયરેક્ટર અને અજય દેવગણના પિતા વીરુ દેવગણનું નિધન થઇ ગયું છે. મુંબઈમાં તેમને અંતિમ શ્વાસ લીધો. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા

|
Google Oneindia Gujarati News

બોલિવૂડના ફેમસ એક્શન ડાયરેક્ટર અને અજય દેવગણના પિતા વીરુ દેવગણનું નિધન થઇ ગયું છે. મુંબઈમાં તેમને અંતિમ શ્વાસ લીધો. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને મુંબઈના સાંતાક્રુઝ સ્થિત સૂર્યા હોસ્પિટલમાં દાખલ હતા. તેમને લગભગ 80 જેટલી ફિલ્મોમાં એક્શન કોરિયોગ્રાફી કરી છે. એટલું જ નહીં પરંતુ તેમને 'હિન્દુસ્તાન કી કસમ' નામની ફિલ્મમાં ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. ફક્ત એક્શન અને ડાયરેક્શન જ નહીં પરંતુ વીરુ દેવગને અભિનેતા તરીકે પણ ફિલ્મોમાં કામ કર્યું છે.

Viru Devgn passed away

તેઓ ક્રાંતિ (1981), સૌરભ (1979) અને સિંહાસન (1986) જેવી ફિલ્મોમાં અભિનેતા તરીકે પણ જોવા મળ્યા છે. એક્શન ડાયરેક્ટર તરીકે તેમની શાનદાર ફિલ્મોમાં 'ફૂલ ઔર કાંટે', 'હિમ્મતવાલા', 'પ્રેમ રોગ', 'ક્રાંતિ', 'દો ઔર દો પાંચ' જેવી શાનદાર ફિલ્મો શામિલ છે, જેના માટે તેમને ઘણા પુરસ્કારો પણ મળ્યા છે.

અમૃતસરમાં જન્મેલા વીરુ દેવગણ માટે પોતાના શહેરથી માયાનગરી મુંબઈ સુધી પહોંચવાનો સફર ઘણો મુશ્કિલ રહ્યો છે. હીરો બનવાની ઈચ્છા સાથે તેઓ પોતાના મિત્રો સાથે નીકળી પડ્યા હતા. પરંતુ અહીં પહોંચીને સંઘર્ષ કરતા ઘણો સમય નીકળી ગયો અને તેમને અહેસાસ થવા લાગ્યો કે તેઓ હીરો નહીં બની શકે.

સિનેમા પ્રત્યે તેમને લગાવ હોવાને કારણે તેઓ અહીં ટકી રહ્યા. તેમને ફિલ્મ "અનિતા" માં એક સ્ટંટમેનનું કામ મળ્યું અહીંથી તેમના કરિયરની શરૂઆત થઇ.

English summary
Ajay Devgn father and Famous Action Director Viru Devgn passed away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X