અજય દેવગનની 100 કરોડની ફિલ્મની સિક્વલ ફાઈનલ- સ્ક્રિપ્ટ પર કામ શરૂ
વર્ષ 2018માં આવેલી અજય દેવગનની ફિલ્મ રેડે પોતાના કંટેન્ટને લઈ ઘણા વખાણ મેળવ્યાં હતાં. ફિલ્મ બૉક્સ ઑફિસ પર પણ હિટ રહી હતી. રિપોર્ટ્સ મુજબ હવે આ ફિલ્મની સિક્વલની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. નિર્માતા ભૂષણ કુમારે કંફર્મ કર્યું કે આ એક ફ્રાન્ચાઈજી હશે, જે અંતર્ગત એવા રિયલ હીરોને દેખાડવામાં આવશે જેઓ વરદી નથી પહેરતા.
રાજકુમાર ગુપ્તાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રેડ પોતાની દમદાર કહાની, સ્ટારકાસ્ટ અને ડાયલૉગ્સના કારણે બહુ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ 1980માં ઉત્તર પ્રદેશમાં થયેલ હાઈ પ્રોફાઈલ ઈનકમ ટેક્સ કેસ પર આધારિત હતી.
ભૂષણ કુમારે આના સીક્વલને કંફર્મ કરતા જણાવ્યું- સીક્વલની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું, આ બિગ મલ્ટી-ફિલ્મ ફ્રેન્ચાઈજી હશે. અજય અને હું કુમાર મંગતજી સાથે રેડને આગળ લઈ જવા માંગીએ છીએ. રેડ 2ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. કેમ કે રેડ બહુ વધુ પસંદ કરાઈ હતી, માટે આગામી એક મોટી જવાબદારી છે. તાનાજીની અપાર સફળતા બાદ આ સહયોગ પર બહુ વધુ દબાણ છે, ઉમ્મીદ છે અમે ખરા ઉતરશું.

ભુજ ધી પ્રાઈડ ઑફ ઈન્ડિયા
સ્ક્વાડ્રન લીડર વિજય કાર્ણિકની કહાનની માટે અજય દેવગન આ શાનદાર વૉર ફિલ્મ સાથે આવસે. ફિલ્મમાં અજય દેવગન સાથે નોરા ફતેહી, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર અને એમી વર્ક મુખ્ય રોલમાં હશે. ફિલ્મના નિર્દેશક અભિષેક દુધૈયા છે. 14 ઓગસ્ટ 2020ા રોજ ફિલ્મ રિલીઝ થશે.

મેદાન
સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત આ ફિલ્મના નિર્દેશક અમિત શર્મા છે, જેમમે 2018માં બધાઈ હે જેવી સુપરહિટ ફિલ્મ આપી. ફિલ્મમાં અજય દેવગન સાથે પ્રિયમણિ જોવા મળશે. ફિલ્મ 11 ડિસેમ્બરે રિલીઝ થશે.

RRR
બાહુબલી નિર્દેશક એસએસ રાજામૌલીની આગામી બિગ બજેટ ફિલ્મ આરઆરઆરમાં રામચરણ અને જૂનિયર એનટીઆર સાથે અજય દેવગન અને આલિયા ભટ્ટ ફાઈનલ છે. પિલ્મ 8 જાન્યુઆરી 2021ના રોજ રિલીઝ થશે.

કૈથી
આ સુપરહિટ તમિલ એક્શન ફિલ્મ કૈથીની હિન્દી રીમેક હશે. ફિલ્મ 12 ફેબ્રુઆરી 2021ના રોજ રિલીઝ થશે. ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને ડ્રીમ વૉરિયર પિક્ચર્સ મળીને પ્રોડ્યૂસ કરશે.

થેંક ગોડ
અજય દેવગન અને ઈન્દ્ર કુમારે આગામી કોમેડી ફિલ્મનું એલાન કર્યું છે. જેનું નામ થેંક ગોડ છે. આ ફિલ્મમાં અજય દેવગન સાથે એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે.

ચાણકક્ય
નીરજ પાંડેના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ચાણક્યમાં અજય દેવગન ફાઈનલ છે. ચાણક્યને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ પ્રોડ્યૂસ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ ફિલ્મ રાજનીતિ-સામાજિક મુદ્દાની આજુબાજુ ફરે છે અને ચાણક્ય નીતિઓને આજના સમયના હિસાબે દેખાડવામાં આવશે. અજય દેવગન સ્ટારર આ ફિલ્મ બે પાર્ટમાં બનશે.

સિંઘમ 3
અક્ષય કુમાર સાથે સૂર્યવંશી બાદ રોહિત શેટ્ટીએ સિંઘમ સીક્વલ પણ લાઈનમાં રાખી છે. ફિલ્મમાં અજય દેવગન જ હશે. સૂર્યવંશી બાદ રોહિત શેટ્ટી સિંઘમ 3 પર કામ શરૂ કરી શકે છે.

લવ રંજનની ફિલ્મ
લવ રંજને અજય દેવગન અને રણબીર કપૂર સાથે પોતાના આગામી પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. જો કે હાલ આ ફિલ્મ પોસ્ટપોન થી ચૂકી છે. ફિલ્મ સાથે જોડાયેલ તાજા જાણકારી બહાર નથી આવી.
આયુષ શર્માની ફિલ્મમાં ધમાકો કરશે સલમાન ખાન- ફિલ્મના નામ સાથે કેરેક્ટરનો ખુલાસો