આલિયા ભટ્ટ બનશે અજય દેવગનની વહુ- જાણો ફિલ્મની શાનદાર ડિટેલ
સુપરસ્ટાર અજય દેવગને હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મ દેદે પ્યાર દેમાં ધમાકેદાર કામ કર્યું હતું અને ફિલ્મ હિટ થઈ ગઈ હતી. આ ફિલ્મમાં રાકુલ પ્રીત અને તબ્બૂ જોવા મળી હતી. હવે અજય દેવગન વધુ એક ફિલ્મને લઈ ચર્ચામાં છે જે બાહુબલી નિર્દેશક એસએસ રાજામૌલી બનાવી રહ્યા છે. પરંતુ આ ફિલ્મમાં અજય દેવગનને લઈ ચોંકાવનારા અહેવાલ આવી રહ્યા છે કે તે અભિનેતા રામ ચરણના પિતાના રોલમાં જોવા મળશે. અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ આરઆરઆરની. આરઆરઆર હાલ લાંબા સમયથી ચર્ચામાં છે અને ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ જોવા મળશે જે રામચરન સાથે પહેલીવાર રોસમાં કરશે.

હીરોના પિતાના રોલમાં
ઉલ્લેખનીય છે કે ફિલ્મનું શૂટિંગ જલદી જ ગુજરાતમાં શરૂ થશે. આ પહેલીવાર નથી જ્યારે અજય દેવગન કોઈ હીરોના પિતાના રોલમાં જોવા મળશે. અગાઉ પણ ફિલ્મ ટાર્જન ધી વંડર કારમાં પિતાની ભૂમિકામાં હતા. પરંતુ એક લીડ એક્ટ્રના પિતા તરીકે તેઓ પહેલીવાર જોવા મળશે. જો કે તેમના ફેન્સને આ અહેવાલથી લગભગ જ ખુશી મળે. આ ફિલ્મની કહાની 1900ની આસપાસ છે અને ફિલ્મ 30 જુલાઈ 2020ના રોજ રિલીઝ થશે.

તાનાજી
સુપરસ્ટાર અજય દેવગન હાલ ફિલ્મ તાનાજીનું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે.

સૂર્યવંશી
અહેવાલ છે કે અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીમાં પણ અજય દેવગન કેમિયો કતા જોવા મળશે.

આઆરઆર
આરઆરઆરમાં અજય દેવગન પહેલીવાર અલિયા ભટ્ટ અને રામચરન સાથે કામ કરતા જોવા મળશે.

ભુજ
આ ઉપરાંત તેઓ સંજય દત્ત સાથે ફિલ્મ ભુજની પણ તૈયારી કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.
ગંભીર બીમારીને કારણે ઉતરનની તપસ્યા 'રશ્મિ દેસાઈ' આવી દેખાવા લાગી, ચોંકી જશો

સતત સુપરસ્ટાર
કેટલાય દશકોથી અજય દેવનગ સતત એક સુપરસ્ટાર છે અને તેમનું ફેન ફોલોઈંગ પણ શાનદાર છે.