For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Trailer : ‘યા રબ’માં આતંકવાદ વિરુદ્ધ જિહાદ છેડશે એજાઝ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 જાન્યુઆરી : યા રબ ફિલ્મ ઇસ્લામના નામે આતંકવાદનું સમર્થન કરનાર તત્વો સામે બ્યુગલ ફૂંકશે. કુરાનમાં ક્યાંય આતંકવાદને સમર્થન આપવામાં આવ્યું નથી, પરંતુ કેટલાંક સ્વાર્થી તત્વો તેનો આસરો લઈ હિંસા આચરે છે અને તેવા લોકોના કારણે એક ધર્મ કલંકિત થાય છે.

ya-rab-ajaz
હસ્નૈન હૈદરાબાદવાલા દિગ્દર્શિત યા રબ ફિલ્મ તેમની ઉપર પ્રકાશ ફેંકે છે કે જેઓ પોતાની જાતને ઇસ્લામના સ્વયંભૂ પ્રચારકો ગણે છે અને પોતાના રાજકીય તેમજ અંગત ફાયદા માટે ઇસ્લમાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. યા રબ ફિલ્મ એક ભ્રષ્ટ મૌલાના જિલાનીની વાર્તા છે કે જે ઇસ્લામના નામે તબાહી મચાવે છે અને તેનો ભોગ તેનો પરિવાર જ બને છે.

બિગ બૉસ 7 ફૅમ એજાઝ ખાન યા રબ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યાં છે. એજાઝ એક ઈનામદાર એટીએસ ઑફિસર રણવિજય સિંહની ભૂમિકા ભજવી રહ્યાં છે. ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા મંઝર સેહબાઈ પણ પોતાની ટૅલેંટ બતાવશે કે જેમને બોલ ફિલ્મ માટે વખાણ મળ્યા હતાં. ઉપરાંત મૌલાના જિલાનીનો રોલ અખિલેન્દ્ર મિશ્રા કરી રહ્યાં છે. મૌલાના જિલાનીના અસહાય મોટા ભાઈ મૌલાના ઇકરામની ભૂમિકા ભજવી રહ્યાં છે રાજૂ ખેર.

ટ્રૂ ફિલ્મ્સ નિર્મિત યાર રબ ફિલ્મમાં વિક્રમ સિંહ, અર્જુમન મોઘલ, કિશોરી સહાણે પણ છે. યા રબ ફિલ્મ વિશેષ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આગામી 7મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. હાલ તો તો ફિલ્મનું ટ્રેલર માણો.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/mG8EX4tei78" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Ajaz Khan's Ya Rab film declatres a jihad against terrorism. Ya rab is a clarion call to those prejudiced enough to believe terrorism to have originated from Islam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X