• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખિલાડી 786 પ્રિવ્યૂ : અક્ષય કુમાર ઇઝ બૅક ઇન એક્શન

|

ફિલ્મ : ખિલાડી 786

નિર્માતા : અક્ષય કુમાર તથા હિમેશ રેશમિયા

દિગ્દર્શક : આશીષ આર. મોહન

કલાકાર : અક્ષય કુમાર, અસીન, મિથુન ચક્રવર્તી, હિમેશ રેશમિયા, પરેશ રાવલ, રાજ બબ્બર.

રિલીઝ ડેટ : 7મી ડિસેમ્બર, 2012

બાર વર્ષ બાદ બૉલીવુડના એક્શન કિંગ અને ખેલાડી અક્ષય કુમારની એન્ટ્રી થવા જઈ રહી છે ખિલાડી 786 સાથે. અક્ષય અત્યાર સુધી ખિલાડી સિરીઝની તમામ ફિલ્મોમાં હીરો રહ્યાં છે અને ખિલાડી સિરીઝની દરેક ફિલ્મ બૉક્સ ઑફિસ સક્સેસ રહી છે. ખિલાડી 420 બાદ ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન થઈ જતાં અક્ષયે એક્શન ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યુ હતું, કારણ કે તે વખતે તેમને પોતાની ફૅમિલી માટે પોતાની જાતને સૅટલ કરવુ હતું. પરંતુ હવે જ્યારે તેમનો પુત્ર આરવ મોટો થઈ ગયો છે, તો અક્ષય ફરી એક વાર બૉલીવુડમાં એક્શન હીરો તરીકે ઉપસવા માંગે છે અને આ તક તેમને આપી રહ્યાં છે દિગ્દર્શક આશિષ આર. મોહન. ફિલ્મમાં અસીને અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકા ભજવી છે.

વાર્તા - ખિલાડી 786 સંગીત, રોમાંસ, કૉમેડી તથા એક્શનથી ભરપૂર એક ખૂબ જ મનોરંજક ફિલ્મ છે કે જે તમામ વયના લોકો માટે છે. એક મૅરેજ બ્યૂરો ચલાવતા ચમ્પકલાલ (પરેશ રાવલ)ના ઘરે જન્મેલ મનસુખ (હિમેશ રેશમિયા) બાળપણથી જ દરેક વાતે ફેલ થતો આવ્યો છે. મોટો થઈ તે પોતાના પિતાને ફેમિલી-બિઝનેસમાં મદદ કરે છે, પરંતુ તે જે કોઈ યુગલના લગ્નની વાત ચલાવે છે, તે યુગલ લગ્ન પહેલાં જ છુટું પડી જાય છે. પોતાના પિતાને પોતાનો મહત્વ સમજાવવા તે એક અંડરવર્લ્ડ ડૉન તાતયા તુકારામ તેંડુલકર એટલે કે ટીટીટીભાઈ (મિથુન ચક્રવર્તી) ના બહેન ઇંદુ (અસીન)ના લગ્ન પંજાબના એક પોલીસ ઑફિસર તાહેર ભટ્ટાર સિંહ ખિલાડી 786 (અક્ષય કુમાર) સાથે કરાવવાનો દૃઢ નિશ્ચય કરે છે.

મનસુખ ટીટીટીભાઈને એમ કહેવા મનાવી લે છે કે ટીટીટીભાઈ એક પોલીસ ઑફિસર છે. મનસુખને એ વાત ક્યાં ખબર હોય છે કે ભટ્ટાર સિંહના પિતા સટ્ટાર સિંહ (રાજ બબ્બર) તથા કાકા ઇખ્તાર સિંહ પોલીસ નહિં, પણ ગઠિયા છે. ફિલ્મની વાર્તા બે ખૂબ જ જુદા સ્ટેટસ ધરાવતા પરિવારવાળાઓ પર આધારિત છે કે જેઓ એક-બીજાને એમ જણાવે છે કે તેઓ પોલીસ મૅન છે.

અક્ષય કુમારને ફરી એક વાર ખેલાડી તરીકે જોવા સૌ કૌઈ આતુર છે. લોકોએ તો ફિલ્મ રિલીઝ થતા અગાઉ જ ફિલ્મને બ્લૉક બસ્ટર કહેવી શરૂ કરી દીધી છે. ફિલ્મમાં હિમેશ રેશમિયાએ સંગીત આપ્યું છે અને ફિલ્મના ગીતો હિમેશ, હની સિંહ, શ્રેય ઘોષાલ, મિકા સિંહ, શ્રીરામ ચંદ્રા, યશરાજ કપિલ, જાવેદ અલી તથા હર્ષદીપ કૌરે ગાયાં છે. ફિલ્મ આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે.

આવો આપને બતાવીએ ખિલાડી 786ની તસવીરી ઝલક.

ખિલાડી 786

ખિલાડી 786

12 વરસ બાદ ફરી એક વાર અક્ષય કુમાર ખિલાડી સિરીઝ સાથે એક્શન હીરો તરીકે એન્ટ્રી કરી રહ્યાં છે.

ખિલાડી 786

ખિલાડી 786

હિમેશ રેશમિયા ખિલાડી 786નો આઇડિયા લઈ આવ્યાં અને તેઓ ઇચ્છતા હતાં કે આ ફિલ્મ અક્ષય કુમાર કરે.

ખિલાડી 786

ખિલાડી 786

ફિલ્મનું દિગ્દર્શન આશીષ આર. મોહને કર્યું છે.

ખિલાડી 786

ખિલાડી 786

ખિલાડી 786માં અક્ષય કુમાર સાથે સુંદર અભિનેત્રી અસીન મુખ્ય ભૂમિકામાં છે.

ખિલાડી 786

ખિલાડી 786

ફિલ્મના ગીતો લખ્યાં છે શબ્બીર અહેમદ, સમીર અને હિમેશ રેશમિયાએ.

ખિલાડી 786

ખિલાડી 786

ફિલ્મ રિલીઝ થતા અગાઉ જ લોકો તેને બ્લૉક બસ્ટરની શ્રેણીમાં મુકી રહ્યાં છે.

ખિલાડી 786

ખિલાડી 786

ફિલ્મ આવતીકાલે 7મી ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે.

ખિલાડી 786

ખિલાડી 786

આ એક એક્શન, કૉમેડી અને રોમાંસથી ભરપૂર ખૂબજ મનોરંજક ફિલ્મ છે.

English summary
Khiladi 786 movie marks the return of Akshay Kumar to his famous Khiladi film series after 12 years since he acted in Khiladi 420.The movie is a roller-coaster ride filled with music, romance, comedy and power packed action which would entertain the audience of all ages.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more