• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિલ્પા સાથે Sex સંબંધ બાંધ્યો હતો અક્ષયે : જુઓ 10 Innumerable Controversies

|

મુંબઈ, 9 સપ્ટેમ્બર : અક્ષય કુમાર આજે પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. રાજીવ હરી ઓમ ભાટિયાના ઘરે 9મી સપ્ટેમ્બર, 1967ના રોજ જન્મેલા અક્ષય આજે 47 વર્ષના થઈ ગયાં. જીવનમાં સંઘર્ષમય શરુઆત કરનાર અક્ષય કુમાર આજે બૉલીવુડના સ્થાપિત સ્ટાર છે.

અક્ષય કુમારનો જન્મ પંજાબના અમૃતસર ખાતે થયો હતો. ભારતમાં રહેતા હોવા છતાં તેમણે ટાઇક્વૉન્ડોમાં બ્લૅક બેલ્ટ હાસલ કર્યું અને પછી માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ લેવા બૅંગકૉક-થાઈલૅન્ડ ગયાં. અક્ષયે ત્યાં મુએ થાઈ શીખ્યું અને શેફ તથા વેટર તરીકે કામ કર્યું.

જ્યારે અક્ષય કુમાર મુંબઈ પરત ફર્યાં, ત્યારે તેમણે માર્શલ આર્ટ્સ શીખવવાનું શરૂ કર્યું. તેમના એક વિદ્યાર્થીએ તેમને મૉડેલિંગ કરવાની સલાહ આપી. પછી અક્ષયે ટીચિંગ જૉબ કરતા કંઇક વધુ કમાવવાની શરુઆત કરી. એક સવારે અક્ષયને એડ-શૂટ માટે બૅંગલુરૂ જવાનુ હતું, પરંતુ તેઓ ફ્લાઇટ ચુકી ગયાં. અક્કી નિરાશ થઈ ગયાં અને પોતાના પોર્ટફોલિયો સાથે એક ફિલ્મ સ્ટુડિયો પહોંચી ગયાં. કિસ્મત ચમકી અને અક્ષયને નિર્માતા પ્રમોદ ચક્રવર્તીએ દીદાર ફિલ્મમાં લીડ રોલ માટે સાઇન કરી લીધાં.

અક્ષય કુમાર જ્યારે ફિલ્મોમાં કૅરિયર બનાવતા હતાં, ત્યારે તેઓ ઑફ-સ્ક્રીન પણ ખૂબ જ ચર્ચામાં રહ્યાં. અક્ષયે પૂજા બત્રા, રવીના ટંડન, રેખાથી લઈ શિલ્પા શેટ્ટી સુધીની અભિનેત્રીઓ સાથે ડેટિંગ કર્યું અને ફાઇનલી ટ્વિંકલ ખન્ના સાથે પરણી ગયાં. લગ્ન બાદ પણ અક્ષયનું નામ પ્રિયંકા ચોપરા સાથે જોડવામાં આવ્યું.

ચાલો તસવીરો સાથે બતાવીએ અક્ષય કુમારના અગણિત વિવાદો :

લફરાબાજ જીવનશૈલી

લફરાબાજ જીવનશૈલી

પૂજા બત્રા સાથે ઘનિષ્ઠ સંબંધ બાદ અક્ષય કુમાર રવીના ટંડન સાથે ફ્લર્ટ કરતા દેખાયાં. રવીના અક્ષયના પ્રેમમાં ગળાડૂબ હતાં, ત્યારે અક્કીએ તેમને તરછોડી દીધાં અને શિલ્પા શેટ્ટીને ફસાવ્યાં.

સીક્રેટ સગપણ

સીક્રેટ સગપણ

બહુ ઓછા લોકો જાણે છે કે અક્ષય-ટ્વિંકલ લગ્ન કરવાની તૈયારીમાં હતાં. અહીં સુધી કે બંનેએ સીક્રેટ સગપણ કરી લીધા હતાં. અક્ષયે વાયદો કર્યો હતો કે રવીનાના તમામ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ તેઓ તેમને પરણી જશે, પણ આ સંબંધ તુટી ગયો.

અક્ષય-રેખા

અક્ષય-રેખા

કહે છે કે રેખાએ અક્ષય સાથે નિકટતા વધારવાનો પ્રયત્ન કર્યો હતો. એટલુ જ નહીં, તેઓ અક્કી સાથે ઇંટીમેટ પણ થવા તૈયાર હતાં. તેથી રવીનાએ કહ્યું - મને લાગે છે કે રાજૂ (અક્ષય) જાણે છે કે રેખા ક્યાં દોરવાની છે. જો આ અભિનેત્રી (રેખા) અક્ષયની વધુ નજીક આવશે, તો હું તેમની વચ્ચે મારો પંજો ઘુસાડી દઇશ, પણ હું માનુ છું કે અક્ષય જાણે છે કે પરિસ્થિતિને કઈ રીતે સંભાળવાની છે.

બેડરૂમ સીક્રેટ્સ

બેડરૂમ સીક્રેટ્સ

અક્ષય-શિલ્પાએ જ્યારે પોતાના બ્રેક-અપ અંગે વધુ ખુલાસા ન કર્યાં, ત્યારે અક્ષયના એક મિત્રે એક લીડિંગ ડેલી સમક્ષ બંનેના બેડરૂમ સીક્રેટ્સનો ખુલાસો કર્યો હતો. આ મિત્રે કહ્યુ હતું - અક્ષયે અમને કહ્યુ હતું કે અમારી મુલાકાત વખતે શિલ્પા ખૂબ જ નિર્દોષ છોકરી હતી. મારી સાથે ડેટિંગ શરૂ કરતા પહેલા તેણે કોઈ પુરુષને કિસ સુદ્ધા નહોતી. શિલ્પાને બાહોનો સહારો જોઇતો હતો અને તે રોમાંટિક ઇશારાઓને પ્રેમ કરતી હતી. જોકે થોડાક વર્ષ બાદ બંનેની રિલેશનશિપ નવા પડાવે પહોંચી અને શિલ્પાને લાગ્યું કે તે અક્ષય ઉપર ભરોસો કરી શકે છે.

પ્લેબૉય અક્કી

પ્લેબૉય અક્કી

અક્ષયે ટ્વિંકલ ખન્ના માટે શિલ્પાને તરછોડી અને પછી ટ્વિંકલ સાથે લગ્ન કરી ગંભીર બની ગયાં. ઘણા વર્ષો બાદ એક બ્રિટિશ ટૅબ્લૉઇડે ખુલાસો કર્યો હતો કે અક્કી અને શિલ્પા વચ્ચે ઇંટીમેટ સેક્સ લાઇફ હતી અને શિલ્પાએ પહેલી વખત અક્ષય સાથે સેક્સ માણ્યુ હતું. આ વિવાદ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો.

લગ્નેતર સંબંધો

લગ્નેતર સંબંધો

લગ્ન બાદ અક્કીનું નામ ઐતરાઝના શૂટિંગ દરમિયાન પ્રિયંકા ચોપરા સાથે લિંક-અપ થયું. જોકે ટ્વિંકલે ચેતવણી આપી દીધી અને ઐતરાઝ બાદ અક્ષય-પ્રિયંકાએ કોઈ ફિલ્મ સાથે ન કરી.

ખુલ્લો વિવાદ

ખુલ્લો વિવાદ

લેવિસના અટનબટન્ડ લૉન્ચિંગ પ્રસંગે અક્ષયે રૅમ્પ ઉપર તેમના પત્ની ટ્વિંકલને પોતાના પૅંટના બટન પબ્લિકલી ખોલવા જણાવ્યું. થોડીક જ મિનિટોમાં બંને વિરુદ્ધ કાનૂની કેસ થઈ ગયો.

વિવાદોને આમંત્રણ

વિવાદોને આમંત્રણ

ફૅન્સ અક્ષયના નામનો લોકોને ઉલ્લૂ બનાવવા ઉપયોગ કરે છે અને અક્ષયે ટ્વિટર પર સ્પષ્ટતા કરવી પડે છે. અક્ષયે પોસ્ટ કર્યું - કંઇક અપસેટિંગ સમાચાર સાંભળ્યાં... મારી ફૅન ક્લબના કેટલાક સભ્યો કેટલાક ફૅન્સને ગેરમાર્ગે દોરે છે અને મારી ફિલ્મો માટે અસિસ્ટંટ ડાયરેક્ટરની જૉબ વૅકેંસી અંગેના ખોટા વાયદાઓ કરી તેમની પાસેથી પૈસા ઉઘરાવે છે. કૃપા કરી ગેરમાર્ગે દોરાશો નહીં અને પોતાના પરસેવાની કમાણી લુંટાવા દેશો નહીં.

અક્ષય-કુંદર વિવાદ

અક્ષય-કુંદર વિવાદ

જોકર ફિલ્મ અંગે વિવાદ ઊભો થતાં અક્ષયે શિરીષ કુંદર અને તેમના પત્ની ફરાહ ખાન સાથે આગળ કામ નહીં કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી.

ખિલાડી નં. 786

ખિલાડી નં. 786

મુસ્લિમ સમુદાયના લોકો 786ના આંકડા સાથે ધાર્મિક રીતે જોડાયેલા છે. આ લોકોએ અક્ષય કુમારની ફિલ્મ ખિલાડી 786ના શીર્ષકનો વિરોધ કર્યો હતો. આ વિરોધના પગલે અક્ષયે પોતાની ફિલ્મનું નામ બદલી ખિલાડી નં. 786 કરવુ પડ્યુ હતું.

શાહરુખના ‘મન્નત’ને જન્નત બનાવે છે ગૌરી ખાન : એક નજર...

શાહરુખના ‘મન્નત’ને જન્નત બનાવે છે ગૌરી ખાન : એક નજર...

શાહરુખના ‘મન્નત'ને જન્નત બનાવે છે ગૌરી ખાન : એક નજર...

English summary
Akshay Kumars birthday today, this 47 year old has got embroiled in a lot of controversies and love affairs. See inside details of his controversial life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more