• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અક્ષયે અડધા પૈસામાં બનાવી નાંખી સ્પેશિયલ 26

|
Akshay Kumar
મુંબઈ, 17 જાન્યુઆરી : બૉલીવુડના ખેલાડી અક્ષય કુમારસ્પેશિયલ 26 ફિલ્મ અડધા પૈસામાં બનાવી નાંખી. અક્ષય કુમારે જણાવ્યું કે આ એક બહેતરીન ફિલ્મ છે અને તેમને વિશ્વાસ છે કે લોકો આ ફિલ્મને પસંદ કરશે. અક્ષય કુમારે જણાવ્યું - મને પણ આ ફિલ્મ ખૂબ સારી લાગી. મને ગર્વ છે કે હું આ ફિલ્મ સાથે જોડાયેલો છું.

સ્પેશિયલ 26 ફિલ્મના દિગ્દર્શક નીરજ પાન્ડે છે કે જેમણે ઍ વેડ્નસડે ફિલ્મ બનાવી હતી. સ્પેશિયલ 26 એક ઐતિહાસિક ફિલ્મ છે કે જેમાં અક્ષય કુમાર, કાજલ અગ્રવાલ, જિમી શેરગિલ, મનોજ બાજપાઈ તથા અનુપમ ખેરે કામ કર્યું છે. આ ફિલ્મની પૃષ્ઠભૂમિ 1980 પર આધારિત છે. કહે છે કે ફિલ્મની વાર્તા એક સીબીઆઈ ઑફિસર પર આધારિત છે. તે મુંબઈના ત્રિભુવનદાસ ભીમજી ઝવેરીના ઑપેરા હાઉસમાં ઇનકમટૅક્સની રેડ પડાવે છે અને પછી અચાનક જ લાખોના ઝવેરાત સાથે ગાયબ થઈ જાય છે.

અક્ષય કુમારે ફિલ્મ અંગે જણાવ્યું - આ એકદમ અલગ જ વાર્તા છે. એક સત્યઘટના પર આધારિત ફિલ્મ છે. 1986માં અનેક એવું થયું કેજ્યારે લોકો નકલી સીબીઆઈ ઑફિસર બની મોટા-મોટા રાજકારણીઓ અને વેપારીઓને ઠગી લેતા હતાં. આ એક સત્યઘટના છે, તેથી તેણે મને આકર્ષિત કર્યું. કોઈ પણ સત્યઘટના પર આધારિત ફિલ્મ કરવાનો અનુભવ અલગ જ હોય છે. સૌને ખબર છે કે નીરજ એક સમ્પત્તિ છે. નીરજે સમગ્ર હોમવર્ક કર્યું, કારણ કે આ તેમની વાર્તા હતી, તેમનું સ્ક્રીનપ્લે હતું. મેં માત્ર તેમનું અનુકરણ કર્યું. હું વર્ષમાં ત્રણ-ચાર ફિલ્મો કરુ છું. ઍ વેડ્નસડે બાદ નીરજની આ બીજી ફિલ્મ છે. તેઓ પોતાનું કામ સારી પેઠે જાણે છે. તેથી તેમણે જ પોતાનું સમગ્ર હોમવર્ક કર્યું.

ફિલ્મના અભિનેત્રી કાજલ અંગે અક્ષયે જણાવ્યું - કાજલ ખૂબ જ સુંદર, પ્રતિભાશાળી અને પ્રોફેશનલ છે કે જેમણે સાઉથમાંથી ઘણું શીખ્યું છે. તેઓ પોતાના પાત્રમાં ખૂબ સારી રીતે ફિટ થાય છે. તેમની સાથે મારી બૉડિંગ પણ સારી છે. તેમની સાથે કામ કરતા મને સારૂ લાગ્યું.

English summary
Akshay Kumar has decided to charge half his remuneration for his first release this year Special Chabbis. The movie is set in the early 1980s. It is reported that the film takes its concept from the real-life daring heist dated back to 1987.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more