For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સામે લડાઈમાં અક્ષયે ફરીથી જીત્યુ દિલ, હવે BMCને આપ્યા આટલા કરોડ

અક્ષય કુમાર એક વાર ફરીથી કોરોના સામે મેદાનમાં ઉતરી આવ્યા છે અને બીજા પૈસા દાનમાં આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસની મહામારીથી બચવા માટે બૉલિવુડ સેલેબ્ઝ દિલ ખોલીને મદદદ કરી રહ્યા છે. અક્ષય કુમાર એક વાર ફરીથી કોરોના સામે મેદાનમાં ઉતરી આવ્યા છે. થોડી દિવસો પહેલા 25 કરોડ પીએમ રાહતકોષમાં આપ્યા બાદ અક્ષય કુમારે બીએમસીને 3 કરોડ રૂપિયા આપ્યા છે. રિપોર્ટ્સની માનીએ તો અક્ષયે આ રકમ વર્કર્સને માસ્ક અને ટેસ્ટિંગ કિટ્સ વગેરે ખરીદવા માટે આપી છે. સલમાન ખાન, શાહરુખ ખાન સહિત ઘણા એક્ટર્સ અત્યાર સુધી કરોડો રૂપિયા કોરોના સામે જંગમાં દાન કરી ચૂક્યા છે.

પીપીઈ કિટ માટે બીએમસીને આપ્યા 3 કરોડ

પીપીઈ કિટ માટે બીએમસીને આપ્યા 3 કરોડ

પીએમ કેર્સ ફંડમાં 25 કરોડ રૂપિયાની સહયોગ રકમ આપ્યા બાદ અક્ષય કુમારે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ને 3 કરોડ રૂપિયાનુ યોગદાન કર્યુ છે જેથી પર્સનલ પ્રોટેક્શન ઈક્વીપમેન્ટ (પીપીઈ) ના પ્રોડક્શનમાં મદદ મળી શકે. આ વાતની પુષ્ટિ બીએમસીના સંયુક્ત નગર આયુક્ત આશુતોષ સલીલે આપી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.

કોરોના સામે લડાઈમાં અક્ષયે ફરીથી જીત્યુ દિલ

સંયુક્ત નગર આયુક્ત આશુતોષ સલિલે જણાવ્યુ કે થોડા દિવસ પહેલા અક્ષય કુમાર બીએમસી કમિશ્નરના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે દાન કર્યુ. અમને ખુશી છે કે અભિનેતાએ અમને પોતાના સમજીને મદદ કરી રહ્યા છે. અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે રકમ જટિલ પ્રક્રિયાઓમાં ન ફસાય. તેમના દ્વારા દાન કરવામાં આવેલી રકમ સામાન્ય રકમમાં જશે જેનો ઉપયગ પીપીઈ, માસ્ક, ગ્લવ્ઝ અને રેપિડ ટેસ્ટિંગ કિટના ઉત્પાદનમાં કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર શરૂ કર્યુ દિલ સે થેંક યુ અભિયાન

સોશિયલ મીડિયા પર શરૂ કર્યુ દિલ સે થેંક યુ અભિયાન

આ પહેલા ગુરુવારે અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે લખ્યુ કાર્ડ પકડેલા જોવા મળી રહ્યા હતા. આ સાથે તેમણે #DilSeThankYou કેપ્શનમાં પોતાના આખા પરિવાર તરફથી પોલિસ, નગર નિગમના વર્કર્સ, ડૉક્ટર્સ, નર્સ, એનજીઓ, વૉલેંટિયર્સ, સરકારી અધિકારીઓ, વેંડર્સ અને બિલ્ડિંગના ગાર્ડ્ઝને કોરોના સામે ચાલી રહેલી જંગમાં યોગદાન આપવા માટે આભાર માન્યો.

આ પણ વાંચોઃ ફેક્ટ ચેકઃ શાકભાજી વેચનારા ફેલાવી રહ્યા છે કોવિડ-19, જાણો ઑડિયો ક્લિપના દાવાનુ સત્યઆ પણ વાંચોઃ ફેક્ટ ચેકઃ શાકભાજી વેચનારા ફેલાવી રહ્યા છે કોવિડ-19, જાણો ઑડિયો ક્લિપના દાવાનુ સત્ય

English summary
Akshay Kumar donates Rs 3 crore to Mumbai's municipal corporation for PPE during Coronavirus crisis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X