• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અક્ષય કુમારે કોરોના વૉરિયર્સને આપ્યુ ટ્રિબ્યુટ, રૂંવાડા ઉભા કરી દેશે આ Video

|

અક્ષય કુમાર ફિલ્મ કેસરીનુ ગીત તેરી મિટ્ટી એક વાર ફરીથી રિક્રિએટ કરવામાં આવ્યુ છે અને આ વખતે આ ડૉક્ટર્સ માટે છે. દેશમાં કોરોના વાયરસ જેવી ગંભીર સમસ્યાના કારણે ડૉક્ટર્સ પોતાના જીવની પરવા કર્યા વિના દિવસ રાત દેશની સેવામાં લાગેલા છે અને કોરોના વૉરિયર્સની જેમ મહેનત કરી રહ્યા છે. આ ગીત તેમના માટે એક ટ્રિબ્યુટ છે. બી-પ્રાકના અવાજમાં આ ગીતને સાંભળીને તમે નિશ્ચિત જ ઈમોશનલ થઈ જશો.

આ ગીતને શેર કરતા અક્ષય કુમારે લખ્યુ છે... સાંભળ્યુ હતુ ડૉક્ટર્સ ભગવાનુ રૂપ હોય છે પરંતુ કોરોના વાયરસની આ લડાઈમાં જોઈ પણ લીધુ. આ મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન આશા છે કે આપણા હિરોએ સફેદ કપડા પહેર્યા છે - ડૉક્ટર. ઝી સ્ટુડિયોઝ અને એજ્યોર એન્ટરટેઈનમેન્ટ સાથે ધર્મા પ્રોડક્શન્સ, કેપ ઑફ ગુડ ફિલ્મ્સ, આ હીરોને એક સાથે શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. જે રોજ પોતાનો જીવ જોખમમાં નાખીને આપણને જીવિત અને સ્વસ્થ રાખવા માટે લડે છે.

ફિલ્મ કેસરીના હાર્ટ-વાર્મિંગ અને ચાર્ટબસ્ટર ગીત તેરી મિટ્ટીને ફરીથી બનાવવા માટે નિર્માતા આખા દેશ તરફથી તેમને સલામ કરવાવો અવસર લે છે. હાલમાં જ બનેલી ઘટનાઓને જોતા દેશ અને દુનિયાભરના દર્શકોને પણ શ્રદ્ધાંજલિ, ચિકિત્સા કર્મચારીઓ અને ડૉક્ટરો માટે અત્યંત સમ્માન અને કૃતજ્ઞતા સુનિશ્ચિત કરવા માટે. અક્ષય કુમાર દ્વારા અંતમાં એક વિશેષ સંદેશ પણ ચહેરા પર મુસ્કાન લાવવા માટે નિશ્ચિત છે. જુઓ આ ઈમોશનલ ગીત...

આ પણ વાંચોઃ સિગરેટમાં મળતા નિકોટીનથી થશે કોરોનાનો ઈલાજ, જલ્દી શરૂ થશે પરીક્ષણ

English summary
Akshay kumar Tribute to Corona warriors Out now. Keasri's Teri Mitti song recreate and sing by B Praak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X