• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિપુલ શાહની કમાંડો 2માં અક્ષય કુમાર દેખાશે

|

મુંબઈ, 25 એપ્રિલ : ફિલ્મમેકર વિપુલ અમૃતલાલ શાહે પોતાની આવનાર ફિલ્મ કમાંડો 2 માટે અભિનેતા અક્ષય કુમાર સાથે કરાર કર્યો છે. જોકે વિપુલ હાલ નમસ્તે લંડન ફિલ્મની આગામી આવૃત્તિની સ્ક્રિપ્ટ લખવામાં વ્યસ્ત છે કે જેનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થનાર છે.

અક્ષય સાથે અનેક ફિલ્મો કરી ચુકેલા વિપુલ શાહે આ જ માસે રિલીઝ થયેલી કમાંડો ફિલ્મમાં નવોદિત વિદ્યુત જામવાલને તક આપી હતી, પરંતુ કમાંડો 2 માટે તેમણે અક્ષય કુમારને અભિનેતા ઉપરાંત ફિલ્મ નિર્માણની એક નવી ભૂમિકામાં લીધાં છે. વિપુલે કમાંડો 2 માટે અક્ષયને કન્સલ્ટંટ અને સલાહકાર તરીકેની ભૂમિકા આપી છે.

વિપુલ શાહે જણાવ્યું - મારા મત મુજબ અક્ષય દેશના સૌથી ઉમદા એક્શન હીરો છે. કમાંડોની મુખ્ય ભૂમિકામાં અમે અગાઉ અક્ષયને લેવા માંગતા હતાં, પરંતુ તેઓ બીજી ફિલ્મોમાં વ્યસ્ત હતાં. જોકે વિદ્યુત જામવાલને લેવા અંગે તેઓ ખૂબ ખુશ હતાં. હવે કમાંડો 2માં અક્ષયનો સમાવેશ કરવાનો અમારો પાકો ઇરાદો છે.

અક્ષય સાથે આગામી પ્રોજેક્ટ્સ અંગે વિપુલ શાહે જણાવ્યું - અમે એક ફિલ્મ ઉપર કામ કરી રહ્યાં છીએ કે જેનું દિગ્દર્શન હું કરીશ, પણ હાલ હું તામિળ ફિલ્મ થુપક્કીની હિન્દી રીમેકના શૂટિંગમાં હાજર રહુ છું. ફિલ્મના દિગ્દર્શક મુરુગાડોસ છે અને તેઓ ફિલ્મનું સંચાલન કરવામાં સક્ષમ છે. આમ છતાં હું ફિલ્મનો નિર્માતા ન હોવા છતાં અક્ષય કુમાર સાથે ફિલ્મના સેટ પર હાજર રહુ છું.

વિપુલ શાહે અક્ષય સાથે પોતાની આગામી ફિલ્મ શરૂ થવામાં થતા વિલમ્બનું કારણ બતાવતાં જણાવ્યું - મુરુગાડોસને ફિલ્મ માટે અક્ષય પાસેથી પૂરા 150 દિવસનો સમય જોઇએ અને તે પછી અક્ષય કુમાર પાસે મારી ફિલ્મ માટે સમય નથી બચતો. તેથી પોતાની ફિલ્મનું શૂટિંગ હું આવતા વર્ષે શરૂ કરીશ.

English summary
While Vipul Amrutlal Shah is busy writing "Namaste London" sequel, which he will start early in 2014, he continues his bonding with Akshay Kumar with "Commando 2".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more