અલાના પાંડેના બિકિની ફોટા જોઈ મહિલાએ કરી કમેન્ટ, 'આ ગેંગરેપને લાયક છે'
અનન્યા પાંડેની કઝિન બહેન અલાના સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય હોવા સાથે પોતાની બોલ્ડ ઈમેજ માટે ઘણી લોકપ્રિય છે. તેના એક નહિ પરંતુ ઘણા ગ્લેમરસ ફોટા વાયરલ થઈ ચૂક્યા છે. પરંતુ આ વખતે તેના બિકિની ફોટા જોયા બાદ એક મહિલા યુઝરે તેના પર ભદ્દી કમેન્ટ કરી છે. અલાનાના એક ફોટો પર કમેન્ટ કરીને મહિલાએ લખ્યુ કે તેનો ગેંગરેપ થવો જોઈએ. આનુ કારણ એ છે કે તેણે બિકિની પહેરી છે. અલાનાએ ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ દુઃખ વર્ણવ્યુ છે અને જણાવ્યુ કે કેવી રીતે તેને આ રીતની રેપ કરવાની કમેન્ટ મળી છે.

કારણ છે માત્ર બિકિનીવાળા ફોટા
આ કમેન્ટના કારણે તે દુઃખી છે. સાથે જ તેણે આનો જોરદાર જવાબ પણ આપ્યો છે. આ રીતે ગેંગરેપ કરવાની વાત કહેવાનુ માત્ર એટલુ જ કારણ છે કે અલાનાએ પોતાના બિકિની ફોટા પોસ્ટ કર્યા છે. જેના માટે આ રીતની કૉન્ટ્રોવર્સી સામે લાવવામાં આવી છે.

અલાનાએ જણાવી સચ્ચાઈ
અલાનાએ પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે એક મહિલાએ મારા ફોટા પર કમેન્ટ કરીને લખ્યુ છે કે મારો ગેંગરેપ થવો જોઈએ કારણકે મે બિકિની ફોટા પોસ્ટ કર્યા છે.

હું એ જોઈને ડરી ગઈ હતી
અલાના પાંડે આગળ લખે છે કે ત્યારબાદ મે તેની મા અને પિતાને ટેગ કર્યા. જેથી એ લોકો પણ આને જોઈ લે. કાશ, મે આ બધાનો સ્ક્રીનશૉટ લઈ લીધો હોત. પરંતુ હું એટલી ડરી ગઈ હતી કે જેવી મે એ મહિલાને જોઈ કે તરત જ તેને બ્લૉક કરી દીધી અને તરત જ ઈન્સ્ટાગ્રામ કમેન્ટ પણ ડિલીટ કરી દીધી.

અલાનાએ કહ્યુ કોઈ કોઈના માટે આવુ વિશ કેવી રીતે કરી શકે છે
અલાનાએ એ પણ જણાવ્યુ કે આ રીતની કમેન્ટ કરનારી મહિલા પરિણીત છે. તેની અલાનાથી પણ નાની દીકરી છે. અલાનાએ કહ્યુ કે હું સમજી નથી શકતી કે કોઈ બીજાના બાળકો માટે આ રીતનુ વિશ કેવી રીતે કરી શકે છે.

અલાના પાંડેએ કહ્યુ મને અફસોસ છે
અલાનાએ એ પણ જણાવ્યુ કે આ એક પહેલાની ઘટના છે. અલાનાએ અફસોસ વ્યક્ત કરીને જણાવ્યુ કે કાશ, મે ત્યારે જ આ વિશે વાત કરી હોત.

અલાનાએ કહ્યુ આ બધુ જિંદગીનો હિસ્સો થઈ ગયુ
તે કહે છે કે હવે આ રીતની કમેન્ટ વાંચવી તેના માટે સામાન્ય વાત થઈ ગઈ છે. અલાનાએ કહ્યુ કે આ બધુ હવે તેની જિંદગીનો હિસ્સો બની ગયુ છે. જે સવારે ઉઠીને વાંચુ છુ તેના માત્ર 1 ટકા મે તમને જણાવ્યુ છે.

અલાના ખૂબ જ બોલ્ડ
તમને જણાવી દઈએ કે અલાના ખૂબ જ સ્ટાઈલિશ છે અને હંમેશાથી પોતાના બોલ્ડ બિકિની ફોટાના કારણે ચર્ચામાં રહે છે.
અહીંથી ચોરી કરી છે ગુલાબો સિતાબોની કહાની, લેખિકા જૂહી ચતુર્વેદીએ આપી સફાઈ