આલિયા ભટ્ટ અને રામ ચરણની RRR આ તારીખે રિલીઝ થશે!
સાઉથના સુપરહિટ ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. રામ ચરણ, અજય દેવગન, આલિયા ભટ્ટ, જુનિયર એનટીઆર સ્ટારર આરઆરઆર આવતા વર્ષે 7 જાન્યુઆરી 2022 ના રોજ રિલીઝ થશે.
RRR ની અગાઉની રિલીઝ તારીખ દશેરા માટે નક્કી કરવામાં આવી હતી. નિર્માતાઓએ કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં થિયેટરો બંધ કરી દેવાતા RRR ની રિલીઝ તારીખ મુલતવી રાખી હતી. અગાઉ, RRR ફિલ્મ 13 ઓક્ટોબર 2021 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની હતી.
આલિયા ભટ્ટની આ બીજી ફિલ્મ છે, જેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. બીજી આશ્ચર્યજનક બાબત એ છે કે આલિયા ભટ્ટ ખુદ પોતાની સાથે સ્પર્ધા કરી રહી છે. એક દિવસ પહેલા આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની જાહેરાત કરવામાં આવી હતી અને હવે તેની ફિલ્મ RRR ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી અને RRR વચ્ચે ટક્કર થવાની છે. ગંગુબાઈ કાઠિયાવાડી 6 જાન્યુઆરી 2022 ના રોજ રિલીઝ થઈ રહી છે જ્યારે RRR 7 જાન્યુઆરી 2022 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે બંને ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર કોણ જીતે છે.