• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માલદીવ્ઝથી આલિયા ભટ્ટે શેર કરેલા બિકિની Pics થઈ રહ્યા છે વાયરલ

By Desk
|
Google Oneindia Gujarati News

લગભગ આખુ બૉલિવુડ માલદીવ્ઝની યાત્રા કરી ચૂક્યુ છે અને હવે છેવટે માલદીવ્ઝ પહોંચી છે આલિયા ભટ્ટ. આલિયા પોતાની ગર્લ ગેંગ સાથે માલદીવ્ઝમાં રજાઓ માણી રહી છે. તેની સાથે છે તેની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂર. માલદીવ્ઝથી આલિયાએ પોતાના અમુક બિકિની ફોટા પણ શેર કર્યા. આ ફોટામાં આલિયા ખૂબ જ શાનદાર લાગી રહી છે અને તેના ફોટા હાલમાં ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2020માં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની અફવાઓ ઝડપથી ફેલાઈ હતી.

આલિયાનુ વર્કફ્રંટ

આલિયાનુ વર્કફ્રંટ

જો કામની વાત કરીએ તો આલિયા ભટ્ટ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનુ શૂટિંગ ઝડપથી પૂરુ કરી રહી છે. એસ એસ રાજામૌલી સાથે આલિયા RRR માટે પોતાનો કેમિયો શૂટ કરી ચૂકી છે. અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર પર હાલમાં કોઈ અપડેટ નથી.

માલદીવ્ઝમાં ગર્લ ગેંગ સાથે એન્જૉય

માલદીવ્ઝમાં ગર્લ ગેંગ સાથે એન્જૉય

એવામાં હવે આલિયા પોતાના દોસ્તો સાથે રજાઓ માણવા જઈ ચૂકી છે અને તેના ફોટા જોઈને એ સ્પષ્ટ છે કે તે ખૂબ એન્જૉય કરી રહી છે.

આલિયાનુ કરિયર

આલિયાનુ કરિયર

કરિયરની શરૂઆતથી જ સુપરહિટ આલિયા ભટ્ટ બૉલિવુડની એ અભિનેત્રીઓમાંની છે જેણે ખૂબ નાની ઉંમરે આ સ્થાન મેળવ્યુ છે. 2012માં સ્ટુડન્ટ ઑફ ધ યરથી બૉલિવુડમાં પગ મૂકનાર આલિયાએ જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યુ છે તેમાં પોતાની એક્ટિંગથી લોકોના મન મોહી લીધા છે.

ચાઈલ્ડ આર્ટિસ્ટ હતી આલિયા

ચાઈલ્ડ આર્ટિસ્ટ હતી આલિયા

તમને જણાવી દઈએ કે આલિયા જ્યારે 6 વર્ષની હતી ત્યારે તેણે સંઘર્ષ(1999) માં પ્રીતિ ઝિંટાના બાળપણની ભૂમિકા નિભાવી હતી.

ભણશાળીએ કરી દીધી હતી રિજેક્ટ

ભણશાળીએ કરી દીધી હતી રિજેક્ટ

ઘણા ઓછા લોકો જાણે છે કે આલિયાએ સંજય લીલા ભણશાળીની બ્લેક માટે રાની મુખર્જીના બાળપણના રોલ માટે ઑડિશન આપ્યુ હતુ. પરંતુ ભણશાળીનુ કહેવુ હતુ કે આલિયા બ્રિલિયન્ટ છે અને આ નાની ભૂમિકા તેની શરૂઆત માટે યોગ્ય નથી.

ગંગૂબાઈની રાહ

ગંગૂબાઈની રાહ

હવે આલિયા ભટ્ટની વાપસી થવાની છે સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી સાથે. આ ફિલ્મ આલિયા માટે અગ્નિ પરીક્ષાની જેમ હશે. ગંગુબાઈ દિવાળી પર રિલીઝ કરવાનો પ્લાન છે.

Happy Propose Day: આજે કહેવુ જરૂરી છે કે તને પ્રેમ કરુ છુ...Happy Propose Day: આજે કહેવુ જરૂરી છે કે તને પ્રેમ કરુ છુ...

English summary
Alia Bhatt bikini pics from Maldives with her girl gang are viral on internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X