• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આલિયાએ માતાને ‘દુનિયાની સૌથી સુંદર છોકરી’ ગણાવી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 ઑક્ટોબર : ભટ્ટ ખાનદાન પોતાની બોલ્ડનેસ માટે જાણીતો છે. એટલે જ તો આલિયા ભટ્ટે પોતાના માતાને તેમના જન્મ દિવસે દુનિયાની સૌથી સુંદર છોકરી કહી સંબોધી છે.

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર નવોદિત અભિનેત્રી આલિયા ભટ્ટના માતા અને મહેશ ભટ્ટના બીજા પત્ની અભિનેત્રી સોની રાઝદાનનો આજે 51મો જન્મ દિવસ છે. આલિયા ભટ્ટે તમામ વ્યસ્તતાઓ વચ્ચે પણ માતાના જન્મ દિવસને ખાસ બનાવવા માટે સમય કાઢ્યો.

આલિયા ભટ્ટે માતા સોની રાઝદાનને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા માટે ટ્વિટરની પસંદગી કરી અને માતા તેમના જીવનમાં શું મહત્વ ધરાવે છે, તે અંગે બતાવ્યું. આલિયાએ શુક્રવારે ટ્વિટર પર લખ્યું - દુનિયાની સૌથી સુંદર છોકરી સોની રાઝદાનને જન્મ દિવસની શુભેચ્છાઓ. મમ્મી, હું આપને પ્રેમ કરુ છું.

નોંધનીય છે કે સોની રાઝદાન પણ એક શાનદાર અભિનેત્રી હતાં. તેમણે સારાંશ અને મૉનસૂન વેડિંગ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે.

English summary
Filmmaker Mahesh Bhatt's wife and Actress Alia Bhatt's mother actress Soni Razdan turns 51 today. Alia Bhatt Greets mother her birthday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X