
બૉલીવુડના સૌથી મોંઘા ગીતમાં ડાંસ કરશે આલિયા ભટ્ટ, માત્ર કપડાં પર 1 કરોડનો ખર્ચો!
બાહુબલી ફિલ્મ તો તમને બધાને યાદ જ હશે, જેણે બૉલીવુડમાં કમાણીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે તેના ડાયરેક્ટર એસએસ રાજામૌલી એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું નામ આરઆરઆર (RRR) છે, જે તેલુગૂ-તમિલ સાથે હિન્દી ભાષામાં પણ રિલીઝ થશે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં લીડ રોલમાં હોવાથી પણ આ ફિલ્મ ખાસ છે. હાલમાં જ ફિલ્મનો પહેલો લુક પણ જાહેર થયો હતો. હવે અહેવાલ મળી રહ્યા છે કે તેઓ આ ફિલ્મમાં બૉલીવુડના સૌથી મોંઘા ગીત પર ડાંસ કરશે.

3 કરોડ લાગત
એસએસ રાજામૌલી પોતાની ફિલ્મમાં નવા પ્રયોગો કરવા માટે ઓળખાય છે. સ્પૉટબૉયે સૂત્રોના હવાલેથી જણાવ્યું કે તેઓ આમાં એક ખાસ ગીત પ્લાન કરી રહ્યા છે, જેની લાગત 3 કરોડ રૂપિયાથી વધુની આવશે. સામાન્ય રીતે 3 કરોડમાં નાની ફિલ્મ બની જાય, પરંતુ રાજામૌલી આટલું મોટું બજેટ માત્ર એક ગીત શૂટ પર કરશે. જેમાં આલિયા ભટ્ટ સહિત ત્રણ એક્ટર હશે. આ બૉલીવુડનું અત્યાર સુધીનું સૌથી મોંઘું ગીત જણાવવામા આવી રહ્યું છે.

1 કરોડના કપડાં
સૂત્રોએ જણાવ્યું કે રાજામૌલી આ ગીતને બાહુબલીથી પણ ભવ્ય બનાવવા માંગે છે. શૂટ માટે જે જગ્યા પસંદ કરાઈ છે, તેનું ક્ષેત્રફળ ઘણું વિશાળ છે. રિપોર્ટ્સ મુજબ આ ગીતમાં કલાકારોના કપાડાંની કિંમત જ 1 કરોડ રૂપિયા છે. આના માટે આલિયા ભટ્ટે તૈયારી શરૂ કરી દીધી છે. સાથે જ તે જલદી જ હૈદરાબાદ રવાના થઈ શકે છે. આ ફિલ્મમાં તેની સાથે રામચરણ તેજા, એનટીઆર જૂનિયર લીડ રોલમાં હશે. આ બંને એક્ટર પણ આ ગીતમાં જોવા મળશે. જો કે રાજામૌલીની ટીમે હજી સુધી આ ગીતને લઈ કોમેન્ટ નથી કરી.

ક્યારે રિલીઝ થશે?
RRRના મેકર્સ મુજબ હાલ 13 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે, પરંતુ આ બધું કોરોનાની ત્રીજી લહેર પર પણ નિર્ભર કરે છે. આ સ્વતંત્રતા સેનાનિઓ કોમરામ ભીમ અને અલ્લૂરી સીતારામ રાજૂના જીવન પર આધારિત ફિલ્મ છે. સૂત્રો મુજબ ફિલ્મનો મોટાભાગનો ભાગ શૂટ થઈ ચૂક્યો છે, બસ બે ગીત જ બાકી છે, જેને જલદી જ ફિલ્માવી લેવાશે. આ ફિલ્મે આલિયાની વેલ્યૂ પમ વધારી દીધી છે. ફિલ્મી જગતમાં ચર્ચાઈ રહ્યું છે કે આ ફિલ્મ માટે આલિયાને 6 કરોડ ફી આપવામાં આવી છે.

આલિયા બની પ્રોડ્યૂસર
આલિયા ભટ્ટે પોતાના પિતા મહેશ ભટ્ટની મદદથી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી, પરંતુ બહુ ઓછા સમયમાં તેણે ત્યાં એક નવી ઉંચાઈઓ હાંસલ કરી લીધી. જેને કારણે હવે તેમણે બૉલીવુડમાં પ્રોડ્યૂસર તરીકે કામ શરૂ કર્યું છે. સાથે જ તેની પહેલી ફિલ્મ 'ડાર્લિંગ્સ'નું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. જેને લઈ આલિયા એક્સાઈટેડ અને નર્વસ બંને છે.