Exclusive : અક્ષય-અજયમાં ખોવાઈ સોના, ભુલી ગઈ સલમાનને!

Posted By: કન્હૈયા કોષ્ટી
Subscribe to Oneindia News

મુંબઈ, 14 ફેબ્રુઆરી : મૅડમ શૉટગન સોનાક્ષી સિન્હાએ ફરી સ્પષ્ટતા કરી છે કે તેમની અને સલમાન ખાન વચ્ચે બધુ બરાબર છે અને કોઈ પ્રૉબ્લેમ નથી. સોનાક્ષીએ ટ્વીટ કર્યું છે - મિત્રો, પ્લીઝ આપ માલિની ટાઇપની ગૉસિપ ઉપર વિશ્વાસ ન મૂકતો... અહીં બધુ બરાબર છે. મારી અને સલમાનજી વચ્ચે કોઈ મુશ્કેલી નથી. બધુ પહેલા જેવું જ છે.

હાલમાં બૉલીવુડમાં એ બાબતની અટકળો જોરદાર રીતે ચાલી રહી છે કે સલમાન ખાન સોનાક્ષી સિન્હા સામે બહુ જ નારાજ છે, કારણ કે સોનાક્ષીએ તેમની સાથે ફિલ્મ કિકમાં કરવાનો ઇનકાર કરી દીધો હતો. સોનાક્ષીએ આ બાબતે સ્પષ્ટતા તો કરી દીધી છે કે ડેટ્સની પ્રૉબ્લેમના કારણે તેઓ સલમાનની કિક ન કરી શક્યાં, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે સોનાક્ષી સિન્હા આટલા બધા વ્યસ્ત ક્યાં, કેમ અને કોની સાથે છે?

દબંગ ફિલ્મ દ્વારા સલમાન ખાન સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી સિન્હાનું અત્યાર સુધીની અને ભાવી ફિલ્મો ઉપર નજર કરીએ, તો આ સવાલોના જવાબ મળી જશે. દબંગ બાદ સોનાક્ષીએ 11 હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમાં મોટાભાગની ફિલ્મો અક્ષય કુમાર તથા અજય દેવગણ સાથે છે, તો બીજી બાજુ તેમને ડેટ્સની જે પ્રૉબ્લેમ બતાવી કિક ઠુકરાવી, તે ડેટ્સ પ્રૉબ્લેમ જે ફિલ્મોના કારણે છે, તેમાં એક્શન જૅક્સન, તેવર અને હૉલીડેનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી બે ફિલ્મો એટલે કે એક્શન જૅક્સનમાં અજય દેવગણ છે, તો હૉલીડેમાં અક્ષય કુમાર છે. આમ સ્પષ્ટ છે કે સોનાક્ષી સિન્હા હાલ અજય-અક્ષયમાં ખોવાઈ ગયાં છે અને દબંગ સલમાન ખાન માટે તેમની પાસે સમય નથી.

આ અગાઉ પણ સોનાક્ષીએ જણાવ્યુ હતું કે જો મીડિયાને એવું લાગતું હોય કે સલમાન તેમની સામે નારાજ છે, તો આ વિશે સલમાનને પ્રશ્ન કરવો જોઇએ, નહીં કે સોનાક્ષીને. સોનાક્ષીએ એમ પણ જણાવ્યું હતું કે અરબાઝે તેમને ફિલ્મ ઑફર કરી હતી, પણ ડેટ્સના કારણે તેઓ નહીં કરી શક્યાં. તેમાં નારાજગી જેવી કોઈ વાત નથી.

નોંધનીય છે કે સોનાક્ષીના ઇનકાર બાદ કિક ફિલ્મમાં જૅકલીન ફર્નાન્ડીઝ અભિનેત્રી તરીકે કાસ્ટ કરાયાં છે. સલમાન ખાન નિર્મિત અને સાજિદ નડિયાદવાલા દિગ્દર્શિત કિક ફિલ્મ ઈદ પ્રસંગે રિલીઝ થવાની છે. જોકે સોનાક્ષીએ જણાવ્યું - મને એ બાબતનો અફસોસ જરૂર છે કે હું કિક ન કરી શકી, પણ મને પુરતો ભરોસો છે કે હું આગળ જરૂર સલમાન સાથે કામ કરીશ. સલમાન હંમેશા મારા આદર્શ રહ્યાં છે અને રહેશે.

ચાલો તસવીરો સાથે જોઇએ અજય-અક્ષયમાં ખોવાયેલી સોના :

સલમાન સાથે શરુઆત

સલમાન સાથે શરુઆત

શત્રુઘ્ન સિન્હાના પુત્રી સોનાક્ષી સિન્હાએ બૉલીવુડમાં દબંગઈ શરુઆત કરી હતી ફિલ્મ દબંગ સાથે. સલમાન ખાન સાથેની આ ફિલ્મ સુપર હિટ રહી હતી અને સોનાક્ષીનો સિક્કો બૉલીવુડમાં ચાલી નિકળ્યો હતો. આમ સલમાને જ સોનાક્ષીને બૉલીવુડમાં બ્રેક આપ્યુ હતું.

અક્ષય સાથે આગળ ધપ્યાં સોના

અક્ષય સાથે આગળ ધપ્યાં સોના

દબંગ બાદ સોનાક્ષી સિન્હાની બીજી ફિલ્મ હતી જોકર. આ ફિલ્મ સુપર ફ્લૉપ રહી, પણ સોનાક્ષીના કૅરિયર ઉપર કોઈ અવળી અસર ન થઈ.

અને જામી ગઈ જોડી

અને જામી ગઈ જોડી

સોનાક્ષીની ત્રીજી ફિલ્મ ફરી અક્ષય કુમાર સાથે આવી. રાઉડી રાઠોડ ફિલ્મ તો સુપર હિટ રહી જ, પરંતુ સોનાક્ષી અને અક્ષયની જોડી પણ જામી ગઈ.

અક્ષય માટે આયટમ સૉંગ

અક્ષય માટે આયટમ સૉંગ

અક્ષય સાથે સોનાની ઑનસ્ક્રીન કેમેસ્ટ્રી તો જામી જ, પણ ઑફસ્ક્રીન કેમેસ્ટ્રી પણ જામી ગઈ અને એટલે જ સોનાક્ષીએ અક્ષયની ઓહ માય ગૉડ ફિલ્મમાં ગો ગો ગો ગોવિંદા... આયટમ સૉંગ કર્યું.

અજયની એન્ટ્રી

અજયની એન્ટ્રી

અક્ષય કુમાર સાથે સફળ જોડી બનાવનાર સોનાક્ષી સિન્હાના જોડીદારોમાં નવી એન્ટ્રી અજય દેવગણની થઈ. અજય-સોનાક્ષીની ફિલ્મ સન ઑફ સરદાર આવી. જોકે ફિલ્મને ઝાઝી સફળતા ન મળી, પણ અજય-સોનાક્ષીની જોડી જરૂર વખણાઈ. જોકે ફિલ્મના એક ગીત પો પો પો... માં સોનાક્ષી બીજી વાર સલમાન સાથે સ્ક્રીન ઉપર દેખાયાં.

ફરી સલમાન સાથે સોના

ફરી સલમાન સાથે સોના

સલમાન સાથે કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી અજય-અક્ષય સાથે એક-એક ફિલ્મ બાદ ફરી સલમાન સાથે ઑનસ્ક્રીન રોમાંસ કરતા દેખાયાં દબંગની સિક્વલ દબંગ 2માં. લોકોને લાગ્યું કે સલમાન-સોનાક્ષીની જોડી હજી ઘણી ફિલ્મોમાં દેખાશે, પણ એવું થયું નહીં અને સોનાનો રસ્તો સલમાન સાથે જાણે જુદો જ પડી ગયો.

અક્ષય બાદ અજય માટે આયટમ સૉંગ

અક્ષય બાદ અજય માટે આયટમ સૉંગ

સલમાન સાથે છેલ્લે દબંગ 2 કર્યા બાદ સોનાનો રસ્તો કદાચ અજય અને અક્ષય તરફ વળી ગયો અને એટલે જ ઓએમજીમાં અક્ષય માટે આયટમ સૉંગ કર્યા બાદ સોનાક્ષીએ હિમ્મતવાલામાં અજય દેવગણ માટે આયટમ સૉંગ કર્યું.

રણવીર નવા જોડીદાર

રણવીર નવા જોડીદાર

સલમાનથી અલગ અજય-અક્ષય સાથે મોટાભાગની ફિલ્મો કરનાર સોનાક્ષીએ લુટેરામાં રણવીર સિંહ સાથે જોડી બનાવી. જોકે ફિલ્મને અપેક્ષિત સફળતા ન મળી.

સૈફની સાથે નિષ્ફળતા

સૈફની સાથે નિષ્ફળતા

અજય-અક્ષયથી પર સોનાક્ષીએ સૈફ અલી ખાન સાથે બુલેટ રાજામાં જોડી બનાવી, પણ આ ફિલ્મ તો ફ્લૉપ રહી જ, સાથે સૈફ-સોનાક્ષીની જોડીની પણ બહુ નોંધ ન લેવાઈ.

શાહિદ સાથે નવો ચીલો

શાહિદ સાથે નવો ચીલો

બુલેટ રાજા સાથે જ સોનાક્ષીની વધુ એક ફિલ્મ આર રાજકુમાર રિલીઝ થઈ કે જેમાં તેમની જોડી શાહિદ કપૂર સાથે હતી. આર રાજકુમાર સુપરહિટ સાબિત થઈ અને સોનાએ શાહિદ સાથે જોડી બનાવી એક નવો જ ચીલો પાડ્યો, પરંતુ આમ છતાં સોનાક્ષીનું અજય-અક્ષય પ્રત્યે વલણ જળવાઈ રહ્યું.

અક્ષય માટે વધુ એક આયટમ સૉંગ

અક્ષય માટે વધુ એક આયટમ સૉંગ

સોનાક્ષી સિન્હાએ અક્ષય કુમાર માટે વધુ એક આયટમ સૉંગ કર્યું ફિલ્મ બૉસમાં અને આ આયટમ સૉંગ હિટ થયું તથા સ્ક્રીન ઉપર સોનાક્ષયની જોડી વધુ વગદાર બનવા લાગી.

અક્ષય સાથે વધુ એક ફિલ્મ

અક્ષય સાથે વધુ એક ફિલ્મ

અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હાની એક પછી એક સારી અને સફળ ફિલ્મોના પગલે બૉલીવુડમાં સોનાક્ષી-અક્ષયની જોડી સોનાક્ષય તરીકે ઓળખાવા લાગી છે અને વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારામાં આ જોડી ફરીથી જોવા મળી. જોકે ફિલ્મમાં સોનાક્ષીએ ઇમરાન ખાન સાથે રોમાંસ કર્યુ હતું.

હાલ પણ અજય-અક્ષય સાથે વ્યસ્ત

હાલ પણ અજય-અક્ષય સાથે વ્યસ્ત

આ તો થઈ અત્યાર સુધીની ફિલ્મોની વાત, પણ સોનાક્ષી સિન્હા હાલમાં પણ અજય અને અક્ષય સાથે વ્યસ્ત છે. એટલે જ તો તેમણે સલમાન ખાન સાથેની કિક ફિલ્મ ઠુકરાવી દીધી.

અજય સાથે એક્શન જૅક્સન

અજય સાથે એક્શન જૅક્સન

સોનાક્ષી સિન્હાની આગામી ફિલ્મોમાં એક્શન જૅક્સનનો સમાવેશ થાય છે કે જેમાં તેમના હીરો અજય દેવગણ છે.

અક્ષય સાથે હૉલીડે

અક્ષય સાથે હૉલીડે

તેવી જ રીતે સોનાક્ષી સિન્હા અક્ષય કુમાર સાથે પણ હૉલીડે ફિલ્મમાં વ્યસ્ત છે. એટલે જ ડેટ્સ પ્રૉબ્લેમ ઊભી થઈ અને સોનાએ સલમાનને નન્નો ભણાવ્યો.

અર્જુન બનશે નવા જોડીદાર

અર્જુન બનશે નવા જોડીદાર

અજય-અક્ષય વચ્ચે સોનાક્ષી સિન્હા અર્જુન કપૂર સાથે પણ જોડી બનાવશે ફિલ્મ તેવરમાં. બોની કપૂરની આ ફિલ્મ છે અને અર્જુન કપૂર પહેલી વાર પિતા બોની અને હીરોઇન સોનાક્ષી સાથે કામ કરી રહ્યાં છે.

English summary
Bollywood actress Sonakshi Sinha on Monday (February 10) quashed all rumours regarding any bad blood between her mentor Salman Khan and herself. But truth is that Sonakshi busy with Akhay Kumar and Ajay Devgan for Holiday and Action Jackson.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.