અમિષાએ નહાતી તસવીરો નાખી તો લોકોએ ધોઈ નાખી
બોલિવૂડની હીરોઇન છે અમિષા પટેલ જે છેલ્લા ઘણા સમયથી બોલિવૂડથી ગાયબ થઇ ચુકી છે. પરંતુ વિવાદોમાં ચોક્કસ રહે છે. હાલમાં જ તેને એક નવો કાંડ કર્યો છે અને તેના પર લોકોએ સોશ્યિલ મીડિયા પર તેનો મજાક પણ બનાવી દીધો.
Also Read: સની દેઓલ થી લઈને રિતિક રોશન બધાની હીરોઇન રહી ચુકી છે.. સુપરહોટ અને સેક્સી
ખરેખરમાં અમિષા પટેલે તેની નહાતી ફોટો સોશ્યિલ મીડિયા પર નાખી હતી. બધા જ હેરાન કે અમિષા કરી શુ રહી છે. પરંતુ અમિષા પટેલ પણ બોલવામાં પાછી પડી નહિ અને કહ્યું કે આને રોકસ્ટારની જેમ નહાવાનું કહે છે.
હવે ટ્વિટર પર લોકો અમિષા પટેલની આ તસ્વીર સહન ના કરી શક્યા અને તેમને અમિષા પટેલને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું. કેટલાક મજેદાર રિએક્શન પણ મળવા લાગ્યા. કેટલાકે લખ્યું કે પૂનમ પાંડે પાછી ફરી રહી છે. તો કેટલાકે પૂછ્યું કે કપડાં પહેરીને કોણ નહાય છે.
લોકો અહીંથી ના રોકાયા તેમને પૂછ્યું કે મેકઅપ વોટરપ્રૂફ છે કે નહિ. ત્યાં જ કેટલાક લોકોને લાગ્યું કે બપ્પી લહેરીનું વજન 100 કિલો ઓછું હોય તો તે તેના જેવું જ લાગે.
આમ પણ આ પહેલી વાત નથી કે અમિષા પટેલે કંઈક અજીબ નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેઓ ઘણા અજીબ નિવેદનો આપી ચુક્યા છે. હાલમાં જ અમિષા પટેલે મોહેંજોદરો ફ્લોપ થવા પર નિવેદન આપ્યું હતું.
અમિષા પટેલે મોહેંજોદરો માટે કહ્યું હતું કે મોહેંજોદરો ફ્લોપ થવાનું તેને દુઃખ છે. પરંતુ દરેક ડેબ્યુ એક્ટરની ફિલ્મ કહો ના પ્યાર હૈ જેવી સુપરહિટ તો નથી બની શકતી.
હું અને રિતિક સુપરહિટ
અમિષા પટેલ ત્યાંના રોકાઈ તેને કહ્યું કે ફેન્સ તેને રોજ લખે છે કે તેઓ કહો ના પ્યાર હૈની સિક્વલ બનાવે. ફેન્સ મને અને રિતિકને એકસાથે જોવા માંગે છે.
ગદર શુ હતી?
કહો ના પ્યાર હૈ સિક્વલ મારા વગર અધૂરી રહેશે. એજ રીતે ગદર 2 પણ મારા વગર અધૂરી રહેશે. અમિષા પટેલનું કહેવું છે કે તેના વગર આ ફિલ્મ આટલી બધી હિટ બની જ ના શકતી.
સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા અને અમિષા પટેલની આવનારી ફિલ્મ ભૈયાજી સુપરહિટનું પ્રોમોશન કરવામાં આવ્યું. મીડિયા પણ તેના માટે આવ્યું. પરંતુ કોઈ પણ સ્ટારને ખબર જ ના હતી કે ફિલ્મનું પ્રોમોશન રાખવામાં આવ્યું છે. મીડિયાને જોઈને પ્રીતિ ઝિન્ટા એ વાત કરવાની ના પાડી દીધી. હવે પ્રીતિ આવું કરે તો અમિષા પટેલ પણ પાછી થોડી રહી શકે. અમિષા પટેલે મીડિયાને કહ્યું કે તેને "અમિષા જી" કહીને બોલાવવામાં આવે.