For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં પૂર પીડિતોની મદદે આવ્યા બોલિવુડના દિગ્ગજ કલાકારો

કેરળના લોકોની આર્થિક મદદ અંગે બોલિવુડના ઘણા સ્ટાર સામે આવ્યા છે અને દિલ ખોલીને મદદ કરી છે.

|
Google Oneindia Gujarati News

કેરળમાં પૂર પ્રકોપ ચાલુ રહેતા સમગ્ર દેશની વ્યાકુળ છે અને લોકો બસ પોતાનું મસ્તક ઝૂકાવીને કેરળમાં ફસાયેલા લોકોના જીવની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. જ્યાં બધા લોકો તેમની મદદ માટે સામે આવી રહ્યા છે પછી ભલે તે ગમે તે હોય સામાન્ય માણસ કે સેલિબ્રિટી. ઉલ્લેખનીય છે કે કેરળના લોકોની આર્થિક મદદ અંગે બોલિવુડના ઘણા સ્ટાર સામે આવ્યા છે અને દિલ ખોલીને મદદ કરી છે.

bollywood keral flood

આ યાદીમાં અક્ષયકુમાર, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને રજનીકાંત જેવા અભિનેતા શામેલ છે. તમને જણાવી દઈએ કે આ ઉપરાંત પણ ઘણા બીજા સેલિબ્રિટી તેમજ ફિલ્મ નિર્માતા પ્રિયદર્શને પણ મદદ માટે સહયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં પૂર પીડિતોની મદદ માટે મુખ્યમંત્રી રાહતફાળાનું કામ ચાલી રહ્યુ છે જેમાં પૈસા જમા કરાવીને તમે સીધા તેમની મદદ કરી શકો છો તમને જણાવી દઈએ કે આ વિનાશને સદીનો સૌથી મોટો વિનાશ જણાવવામાં આવી રહ્યો છે અને સતત લોકોના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે. આ સમયે દેશમાંથી જ નહિ વિદેશોમાંથી પણ મદદ કરવામાં આવી રહી છે.

keral flood

તમને જણાવી દઈએ કે ત્યાં ભારે વરસાદ, તોફાન અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને 357 સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત ભારતીય વાયુસેના, થલ સેના અને જળસેના સતત ત્યાં ફસાયેલા લોકોની મદદ અને તેમને બચાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારે વિનાશના કારણે કેરળના માથેથી હજુ જોખમ ટળ્યુ નથી અને ફરીથી હાઈ એલર્ટ આપવામાં આવી છે. હાલમાં આ વિનાશ સામે ઝઝૂમવાની લોકો કોશિશ કરી રહ્યા છે અને સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ કેરળ પૂરઃ રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત થવાનો અર્થ શું છે?આ પણ વાંચોઃ કેરળ પૂરઃ રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત થવાનો અર્થ શું છે?

English summary
Amitabh bachchan, Akshay kumar and others come forward for Kerala flood relief fund.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X