For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભ ખેડૂતોનું 1.25 કરોડ દેવુ ચૂકવશે, શહીદોના પરિવારને 1 કરોડ આપશે

બિગ બી હવે ખેડૂતો અને શહીદ સૈનિકો માટે સામે આવ્યા છે અને તેમણે એલાન કર્યુ છે કે તેઓ 200 ખેડૂતોનું 1.25 કરોડની દેવુ ચૂકવશે અને શહીદ સૈનિકોના પરિવારને 1 કરોડ રૂપિયા આપશે.

|
Google Oneindia Gujarati News

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને કેરળના પૂર પીડિતોની મદદ માટે ઘણા આગળ આવીને ભાગ લીધો છે અને હવે ફરીથી એક વાર તેમની સારી બાજુ સામે આવી છે. બિગ બી હવે ખેડૂતો અને શહીદ સૈનિકો માટે સામે આવ્યા છે અને તેમણે એલાન કર્યુ છે કે તેઓ 200 ખેડૂતોનું 1.25 કરોડની દેવુ ચૂકવશે અને શહીદ સૈનિકોના પરિવારને 1 કરોડ રૂપિયા આપશે. કેરળના પૂર પીડિતોની વાત કરીએ તો તેમણે 51 લાખ રૂપિયાની રોકડ મદદ ઉપરાંત ઘણુ બધુ દાન કર્યુ હતુ.

દાન કરવા જઈ રહ્યા છે

દાન કરવા જઈ રહ્યા છે

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન હાલમાં કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે અને આ તેમની દસમી સિઝન છે. આ સિઝન પહેલા કોન્ફરન્સ દરમિયાન જ અભિનેતાએ આ વાતનું એલાન કરી દીધુ હતુ કે તેઓ આ દાન કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ2018 ની દિવાળીમાં થશે આ સુપરસ્ટારનું કમબેક, તૂટી જશે બધા રેકોર્ડ!આ પણ વાંચોઃ2018 ની દિવાળીમાં થશે આ સુપરસ્ટારનું કમબેક, તૂટી જશે બધા રેકોર્ડ!

કહાની ઘણી દુઃખભરી છે..

કહાની ઘણી દુઃખભરી છે..

આ વિશે જણાવતા અમિતાભ બચ્ચને કહ્યુ કે આની પાછળ એક સાચી કહાની છે કે જે ઘણી દુઃખભરી છે.. આ જ કારણ છે કે તેઓ આ પગલુ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવુ છે કે તેઓ એક વાર આંધ્રપ્રદેશમાં કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને તેમને ખબર પડી કે ત્યાં ખેડૂતો માત્ર 30 થી 40 હજાર રૂપિયાના દેવાના કારણે આત્મહત્યા કરી રહ્યા છે.

200 ખેડૂતોનું દેવુ ચૂકવવાનો નિર્ણય

200 ખેડૂતોનું દેવુ ચૂકવવાનો નિર્ણય

ત્યારબાદ તેમને ઘણુ દુઃખ થયુ હતુ અને તેમણે લગભગ 50 ખેડૂતોનું દેવુ ચૂકવ્યુ હતુ. આ વખતે તેમણે લગભગ 200 ખેડૂતોનું દેવુ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત તેઓ લગભગ 1 કરોડ રૂપિયા 40 શહીદોના પરિવારોને આપશે જેમના ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. તેમનું કહેવુ છે કે તેમને આ યાદી સરકાર તરફથી મળી છે.

આ પણ વાંચોઃ વેચાવાનો છે 70 વર્ષ જૂનો રાજકપૂરનો આઈકોનિક 'RK' સ્ટુડિયોઆ પણ વાંચોઃ વેચાવાનો છે 70 વર્ષ જૂનો રાજકપૂરનો આઈકોનિક 'RK' સ્ટુડિયો

English summary
Amitabh bachchan going to donate 200 former's lone and families of martyrs. recently he donate for the Kerala flood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X