For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભ બચ્ચને ભાડે આપ્યો પોતાનો મોટો બંગલો, કરોડોનુ મળશે ભાડુ, જાણો વિગત

અમિતાભ બચ્ચને પોતાના ઘરને ભાડે આપી દીધુ છે. અમિતાભ બચ્ચનને આ ઘરમાંથી દર મહિને લાખો રૂપિયાનુ ભાડુ મળે છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પોતાના ઘરને ભાડે આપી દીધુ છે. અમિતાભ બચ્ચનને આ ઘરમાંથી દર મહિને લાખો રૂપિયાનુ ભાડુ મળે છે. અમિતાભ બચ્ચને પોતાના મુંબઈના જૂહુ સ્થિત જલસા ઘરની બાજુવાળી પ્રોપર્ટીને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાને ભાડે આપી દીધી છે. અમિતાભ બચ્ચને 15 વર્ષ માટે આ ડીલ કરી છે. ખાસ વાત એ છે કે જૂહુ જેવા મોટા વિસ્તારમાં અમિતાભ બચ્ચન પોતાની આ પ્રોપર્ટી દ્વારા લાખોની કમાણી કરી લેશે. અમિતાભ બચ્ચનને આ બંગલાનુ દર મહિને ભાડુ 18 લાખ આસપાસ મળશે.

આ પ્રોપર્ટીમાંથી કરોડોની કમાણી

આ પ્રોપર્ટીમાંથી કરોડોની કમાણી

આ મુજબ એક વર્ષમાં અમિતાભ બચ્ચન પોતાની આ પ્રોપર્ટીમાંથી કરોડોની કમાણી કરવાના છે. લાખોનુ ભાડુ હોવાનુ મોટુ કારણ એ પણ છે કે જે ભાગને અમિતાભ બચ્ચને ભાડે આપ્યો છે તે ઘણો ફેલાયેલો છે. અમિતાભ બચ્ચનની ગ્રાઉન્ડ ફ્લોરની આ પ્રોપર્ટીનો એરિયા 3150 સ્કવેર ફૂટ છે.

અમિતાબ બચ્ચને પોતાના ઘરના એક ભાગને આપ્યો ભાડે

અમિતાબ બચ્ચને પોતાના ઘરના એક ભાગને આપ્યો ભાડે

આ પહેલી વાર નથી જ્યારે અમિતાભ બચ્ચને પોતાના ઘરના આ હિસ્સાને ભાડે આપ્યો છે. આ પહેલા સિટી બેંકને ભાડે આપ્યો હતો કે જે કોરોના લૉકડાઉન પહેલા જૂન 2019માં ખાલી કરી દેવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન પાસે ઘણી બંગલા છે. પ્રતીક્ષામાં અમિતાભ બચ્ચન પોતાના માતા-પિતા સાથે રહેતા હતા.

પાંચ વર્ષ પછી 25 ટકા દરથી ભાડુ

પાંચ વર્ષ પછી 25 ટકા દરથી ભાડુ

અમિતાભ બચ્ચન, જયા બચ્ચન સાથે જલસામાં રહેવા જતા રહ્યા. જલસાની પાછળ જ જનક નામનો બંગલો પણ છે જ્યાં અમિતાભનુ ઑફિસનુ કામ થાય છે. 15 વર્ષ માટે અમિતાભ બચ્ચને જે જગ્યા ભાડે આપી છે એ જગ્યાનુ ભાડુ પાંચ વર્ષ બાદ 25 ટકાના દરથી વધારવામાં આવશે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ આ જગ્યા માટે પહેલેથી જ 2.26 કરોડ ચૂકવી દીધા છે કે જે એક વર્ષનુ ભાડુ છે.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પાસે 11 બંગલા

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પાસે 11 બંગલા

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પાસે કુલ મળીને 11 બંગલા છે. આ બધાની કુલ કિંમત 600થી 700 કરોડ કહેવાય છે. પ્રતીક્ષા, જલસા, જનક, વત્સ બંગલા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બચ્ચન પરિવાર પાસે ઘણી પ્રોપર્ટી છે.

English summary
Amitabh Bachchan leases his Home Jalsa with lakhs of rupees as rent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X