• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમિતાભ બચ્ચનને સ્ટાર ઑફ ધ મિલેનિયમ ઍવૉર્ડ

|

મુંબઈ, 20 ડિસેમ્બર : સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને બિગ સ્ટાર એંટરટેનમેંટ ઍવૉર્ડ સમારંભ દરમિયાન સ્ટાર ઑફ ધ મિલેનિયમ ઍવૉર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યાં.

આ પ્રસંગે બિગ બીએ જણાવ્યું કે સમ્માન ગ્રહણ કરવા દરમિયાન જ્યારે દર્શકો ઊભા થઈ ગયાં, તો તેઓ છક રહી ગયાં. અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં યોજાયેલ સમારંભ દરમિયાન 71 વર્ષીય અમિતાભ બચ્ચન સત્યાગ્રહ ફિલ્મમાં ભજવવામાં આવેલ તેમના રોલ બદલ સમ્માનિત કરવામાં આવ્યાં. અમિતાભે પોતાના બ્લૉગ ઉપર લખ્યું - દર્શકો મારા માટે ઊભા થઈ ગયાં... સૌની સામે આ કેટલું ક્ષોભજનક હતું. મેં તરત જ સૌને હાથ ઉઠાવી બેસી જવાનો ઇશારો કર્યો. કેટલાંક તો બેસી ગયાં, પણ કેટલાંક એમ જ ઊભા રહ્યાં. આ વધુ ક્ષોભજનક પરિસ્થિતિ હતી.

બિગ સ્ટાર એંટરટેનમેંટ ઍવૉર્ડ સમારંભમાં સલમાન ખાન, કરીના કપૂર, સન્ની લિયોન, એલી અવરમ, નકુલ મહેતા અને મુક્તિ મોહન દ્વારા કેટલીક જોરદાર રજુઆતો આપવામાં આવી. ઉપરાંત સમારંભમાં શાહરુખ ખાન, શિલ્પા શેટ્ટી, દીપિકા પાદુકોણે, આદિત્ય રૉય કપૂર, શ્રદ્ધા કપૂર, સિદ્ધાર્થ રૉય કપૂર, રાકેશ રોશન, ફરહાન અખ્તર, અયાન મુખર્જી, રોહિત શેટ્ટી તેમજ તિગ્માંશુ ધુલિયા પણ આવ્યા હતાં. આ સમારંભનું આગામી 31મી ડિસેમ્બરે રાત્રે સ્ટાર પ્લસ ઉપર પ્રસારણ કરવામાં આવશે.

English summary
Megastar Amitabh Bachchan was honoured with the Star of the Millennium award at the Big Star Entertainment Awards 2013 here. He says he was "embarrassed" when the audience stood for him as he received the award.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X