For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાવીસ વરસ બાદ સાથે આવશે લંબૂજી-ટિંગૂજી!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 જુલાઈ : લંબૂજી લંબૂજી... બોલો ટિંગૂજી... અને ચલ મેરે ભાઈ... તેરે હાથ જોડતા હૂં... આ ગીતોના બોલ મોમાં પડતાં જ અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરના ચહેરાઓ આંખો સામે ઉપસી આવે છે. બહુ સુંદર દોર હતો આ બંને કલાકારોનો કે જ્યારે તેમની એકથી ચડિયાતી એક ફિલ્મો હિટ રહી હતી.

amitabh-rishi

કુલી, નસીબ, અમર અકબર એંથૉની જેવી સુપરહિટ મલ્ટીસ્ટારર ફિલ્મોમાં ઋષિ કપૂરે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ હતું. જોકે આ બંને કલાકારો છેલ્લે અજૂબા ફિલ્મમાં દેખાયા હતાં અને હવે કહે છે કે 22 વરસ બાદ આ બંને પુનઃ સ્ક્રીન શૅર કરવા જઈ રહ્યાં છે.

મળતી માહિતી મુજબ લીકથી હટકે ફિલ્મો બનાવનાર નિર્માતા સુધીર મિશ્રા મહેરુન્નિસા નામની એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે અને આ ફિલ્મમાં તેઓ અમિતાભ બચ્ચન તથા ઋષિ કપૂરને સાઇન કરવા માંગે છે. જાણવા તો એમ પણ મળ્યું છે કે આ ફિલ્મનું નિર્માણ અમિતાભની પ્રોડક્શન કમ્પની એબી કૉર્પ જ કરશે. જોકે હજી અધિકૃત પુષ્ટિ નથી થઈ. ફિલ્મમાં સુધીરના ફૅવરિટ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ જ હશે. આ ફિલ્મ અંગે ખાસ બાબત એ છે કે આ ફિલ્મનું શૂટિંગ સુધીર મિશ્રા લખનઉ ખાતે કરવા માંગે છે કે જે અમિતાભ બચ્ચન માટે ખાસ રહેશે, કારણ કે ઉત્તર પ્રદેશ અમિતાભનું પૈતૃક રાજ્ય છે. ફિલ્મ લખનઉના મિજાજ પર જ આધારિત છે. જો બધુ સમસુથરું રહે, તો શૂટિંગ આવતા મહીને શરૂ થઈ શકે છે.

નોંધનીય છે કે અમિતાભ અને ઋષિની જોડી છેલ્લે 1991માં અજૂબા ફિલ્મમાં દેખાઈ હતી. બંનેએ અમર અકબર એંથૉની, નસીબ, કુલી અને કભી-કભી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અજૂબા સિવાય તમામ ફિલ્મો હિટ રહી છે.

English summary
After 22 Years, Mega Star Amitabh Bachchan And Super Star Rishi Kapoor are working togather in Film maker Sudhir Mishra's Upcoming Film Mehrunissa. The shooting for Sudhir Mishra's Mehrunissa may begin by the end of this month in Lucknow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X