• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પપ્પા અમિતાભે શેર કર્યો પોતાની લાડોનો બાળપણનો ફોટો, શરમથી લાલ થઈ શ્વેતા

|

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન ઘણીવાર પોતાના બાળકો માટેનો પ્રેમ સૌની સામે વ્યક્ત કરે છે. દીકરી શ્વેતા બચ્ચન સાથે તેમને ઘણો ખાસ લગાવ છે. તે ઘણી વાર તેમના ફોટા શેર કરતા રહે છે. હાલમાં જ તેમણે ઈન્સ્ટાગ્રામ પર શ્વેતા સાથેના 2 ફોટા શેર કર્યા. એક ફોટો તેમના બાળપણનો હતો જ્યારે બીજો ફોટો અત્યારનો છે.

આ પણ વાંચોઃ Pics: ભારે વરસાદના કારણે મુંબઈ થયુ જળબંબાકાર, વાહન વ્યવહાર પ્રભાવિત

‘એક દિવસ આવી હતી અને ખબર જ ના પડી કે ક્યારે આવી થઈ ગઈ!'

‘એક દિવસ આવી હતી અને ખબર જ ના પડી કે ક્યારે આવી થઈ ગઈ!'

અમિતાભે જે બે ફોટા શેર કર્યા તેમાંથી પહેલા ફોટામાં લગભગ 2 કે અઢી વર્ષની દેખાઈ રહી છે અને કોઈ બિચ પર અમિતાભ સાથે છે. એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટામાં અમિતાભ શ્વેતાને સ્વિમ સૂટ પહેરાવી રહ્યા છે. વળી, બીજો ફોટો અત્યારનો છે જેમાં તે પુત્રી શ્વેતા સાથે ખિલખિલાઈને હસે છે. ફોટાના કેપ્શનમાં અમિતાભે લખ્યુ છે - ‘એક દિવસ આવી અને ખબર જ ના પડી કે... ક્યારે આવી થઈ ગઈ!'

પિતાની પોસ્ટ જોઈ શરમાઈ ગઈ શ્વેતા

અમિતાભે શ્વેતાનો જે બાળપણનો ફોટો શેર કર્યો હતો તે જોઈને ઘણી શરમાઈ ગઈ અને શ્વેતાએ કમેન્ટ બોક્સમાં લખ્યુ - ‘ઓહ માય ગૉડ... આ ફોટો મને ખૂબ શરમાવી રહ્યો છે.' તમને જણાવી દઈએ કે શ્વેતા બચ્ચન આજે પોતે એક દીકરીની મા છે. તેમની દીકરી નવ્યા નવેલી નંદાના ટૂંક સમયમાં બોલિવુડમાં ડેબ્યુના સમાચાર આવી રહ્યા છે.

ગુલાબો સિતાબોમાં અમિતાબના લુકને ચોંકાવ્યો

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ‘ગુલાબો સિતાબો'માં તેમનો લુક ઓળખવો મુશ્કેલ થઈ ગયો છે. આ ફિલ્મ સૂજિત સરકારની છે. ક્રિટિક તરણ આદર્શે ફિલ્મમાં અમિતાભના આ લુકનો ખુલાસો કર્યો છે. તેમણે ટ્વિટર પર ફિલ્મમાં તેમની ભૂમિકાનો ફોટો શેર કરીને લખ્યુ કે - ફિલ્મ ગુલાબો સિતાબોથી અમિતાભનો વિચિત્ર લુક સામે આવ્યો. ફિલ્મમાં અમિતાભ સાથે આયુષ્માન ખુરાના પણ છે.

English summary
Amitabh Bachchan shares daughter Shweta’s throwback pic, leaves her embarrassed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X