
અમિતાભ બચ્ચને પૌત્રી આરાધ્યા સાથે રેકૉર્ડ કર્યુ સોંગ, અભિષેક-ઐશ્વર્યા પણ હાજર, જુઓ ફોટા
નવી દિલ્લીઃ Amitabh Bachchan records music with Aaradhya: બૉલિવુડના દિગ્ગજ અભિનેતા બચ્ચન હજુ પણ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. જ્યારે તેમની સાથે કામ કરી ચૂકેલા ઘણા અભિનેતા લાંબા સમયથી બ્રેક પર છે. 78 વર્ષના અમિતાભ બચ્ચન હાલમાં પોતાની 9 વર્ષની પૌત્રી આરાધ્યા બચ્ચન સાથે મ્યુઝિક બનાવવામાં બિઝી છે. તેમણે આ રેકૉર્ડિંગ્ઝ સેશનનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. આ ફોટો રેકૉર્ડિંગ રૂમનો છે જેમાં અમિતાભ આરાધ્યા સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે.
અમિતાભ બચ્ચને આ ફોટો ટ્વિટર પર શેર કરીને લખ્યુ છે, 'કાલની શરૂઆત...અને ઉજવણી શરૂ પરંતુ શેના માટે... એ એક એલગ દિવસ અલગ વર્ષ જ તો છે...બિગ ડીલ. પરિવાર સાથે સંગીત બનાવવા માટે સારો દિવસ.' આ ફોટામાં આરાધ્યાના માતાપિતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ છે. ઐશ્વર્યા આરાધ્યાના ઘણુ બધુ બતાવી રહી છે. વળી, તેની પાસે અભિષેક બચ્ચન પણ દેખાઈ રહ્યા છે. આ ફોટો શેર કર્યા બાદ ફેન્સ આ પ્રોજેક્ટ સામે આવવાની રાહ જોઈ રહ્યા છે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
અમિતાભ બચ્ચનની પોસ્ટ ઘણા લોકોને ખૂબ જ ગમી રહી છે અને આના પર એક યુઝરે કમેન્ટ કરીને કહ્યુ છે, 'તમારા ગીત હંમેશાથી સારા રહ્યા છે, પરિવાર સાથે, અભિષેક અને આરાધ્યા સાથે. મને આશા છે કે તમે તમારુ કામ અમારી સાથે શેર કરશો.' એક અન્ય યુઝરે કહ્યુ, 'જે વીડિયો તમે પોતાના પરિવાર સાથે બનાવી રહ્યા છો, તેને જોવા માટે આતુરતાથી રહ્યો છુ.'
અમિતાભે આરાધ્યા સાથે એક સેલ્ફી પણ શેર કરી છે અને પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે, 'જ્યારે પૌત્રી અને દાદા સ્ટુડિયામાં માઈક સામે હોય અને મ્યુઝિક બનાવે.' બંને કેમેરા સામે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. વળી, આરાધ્યા માઈક અને હેડફોન પહેરેલી દેખાઈ રહી છે. આ ફોટા પણ લોકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડ મહિના પહેલેથી આ ચારે કોરોના વાયરસથી પણ સંક્રમિત જોવા મળ્યા હતા. તેમને નાણાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે હવે બધા રિકવર થઈ ચૂક્યા છે.
અનુષ્કા શર્માએ કરાવ્યુ પ્રેગ્નેન્સી ફોટોશૂટ, પ્રિયંકાથી લઈને દીપિકા સુધી બધાએ કરી પ્રશંસા, જુઓ Pics
T 3768 - ... tomorrow dawns .. and the celebrations begin .. but for what .. its just another day another year .. big deal !
— Amitabh Bachchan (@SrBachchan) December 30, 2020
Better off making music with the family .. pic.twitter.com/6Tt9uVufbp