રણબીર-આલિયા એકસાથે માણી રહ્યા છે રજાઓ, ફોટા થયા વાયરલ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજકાલ એકસાથે રજાઓ માણવા નીકળી પડ્યા છે અને તેમના કોઈ ફેને તેમના ફોટા પણ પાડી લીધા છે. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા છે. વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી આ ફોટા સામે આવ્યા ત્યારબાદ તે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રણબીર અને આલિયા આ ફોટામાં કેન્યાનુ જંગલ Explore કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને તેમની રજાનો મૂડ આ ફોટામાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઋષિ કપૂરની કેન્સરની બિમારી બાદ રણબીર કપૂર માટે ઘણો અઘરો સમય રહ્યો છે.

બંને રજાઓ માણવા નીકળી પડ્યા
હવે ઋષિ કપૂર સંપૂર્ણપણે સાજા થઈ ચૂક્યા છે એટલા માટે રણબીરે પોતાનો સમય આલિયાને આપવાનો મૂડ બનાવ્યો અને બંને રજાઓ માણવા નીકળી પડ્યા. આવતા વર્ષે બંને અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ પહેલા સુધી રણબીર, ભારત અને ન્યૂયોર્ક વચ્ચે આવ-જા કરી રહ્યા હતા કારણકે તેમને પોતાની ફિલ્મોનું શૂટિંગ પણ પૂરુ કરવાનુ હતુ અને ઋષિ કપૂરની દેખરેખ પણ. આ દરમિયાન જ્યાં રણબીર કપૂર પોતાના માતાપિતાનું મજબૂત સહારો બનીને ઉભા રહ્યા ત્યાં આલિયાએ પણ કપૂર પરિવારનો મજબૂતીથી સાથ નિભાવ્યો. સમાચારો તો ત્યાં સુધી છે કે આલિયા ભટ્ટનું કપૂર પરિવારમાં ટૂંક સમયમાં સ્વાગત થઈ શકે છે.

બ્રહ્માસ્ત્રથી શરૂઆત
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પ્રેમ કહાનીની શરૂઆત અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રથી શરૂ થઈ. રણબીર કપૂર અને કેટરીના કૈફના બ્રેક અપ બાદ.
આ પણ વાંચોઃ

અયાન મુખર્જીએ કર્યો ખુલાસો
એક પોસ્ટમાં અયાને બ્રહ્માસ્ત્રથી એક ફોટો શેર કરીને લખ્યુ હતુ કે આ ફોટો ઘણી બધી વસ્તુની શરૂઆત હતી. તેમનો ઈશારો રણબીર અને આલિયાની આ ખાસ દોસ્તી તરફ હતો.

બહુ થઈ છૂપાછૂપી
પહેલા રણબીર અને આલિયાએ પોતાના રિલેશનશિપના સમાચારોને મીડિયાથી છૂપાવીને રાખવાની કોશિશ કરી. આલિયા અને કેટરીના એ દરમિયાન બેસ્ટ ફ્રેન્ડ પણ હતા.

મીડિયાએ કર્યા કેદ
મીડિયાએ રણબીર કપૂરને આલિયા ભટ્ટના ઘરે આ ફોટામાં કેદ કર્યા જે ખૂબ ઝડપથી વાયરલ થઈ ગયો હતો. ત્યારબાદ બંને પોતાની રિલેશનશિપને કબૂલ કરવામાં જરાય અચકાયા નહિ.

સોનમના રિસેપ્શન પર
સોનમના રિસેપ્શન પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટે કપલ એન્ટ્રી મારી અને બધાને ચોંકાવી દીધા. તેમને સાથે જોઈને ફેન્સ ઘણા ખુશ થયા.

મહેશ ભટ્ટની મંજૂરી
આ સંબંધને આલિયાના માતાપિતા મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની મંજૂરી મળી ચૂકી છે. મહેશ ભટ્ટે કહ્યુ કે બંને પ્રેમમાં છે.

મહેશ ભટ્ટની મંજૂરી
આ સંબંધને આલિયાના માતાપિતા મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની મંજૂરી મળી ચૂકી છે. મહેશ ભટ્ટે કહ્યુ કે બંને પ્રેમમાં છે.

સાથે જીતી લે છે દિલ
રણબીર અને આલિયા હાલમાં જ અંબાણીના ગણપતિ ઉત્સવમાં સાથે જોવા મળ્યા હતા. અહીં પણ જેણે તેમને સાથે જોયા તે જોતા જ રહી ગયા. બંને સાથે ખૂબ જ સરસ લાગી રહ્યા હતા.

ઈશ્કવાલા લવ
આ વર્ષે એક એવોર્ડ શોમાં રણબીર અને આલિયાનો ઈશ્કવાલા લવ પહેલા જ સૌનુ દિલ જીતી ચૂક્યા છે. આ એવોર્ડ શો દરમિયાન બંનેની કેમેસ્ટ્રી લાજવાબ હતી.

દેખાય છે સાથે સાથે
આ એવોર્ડ સિઝનમાં રણબીર અને આલિયા હંમેશા સાથે સાથે દેખાયા છે અને પોતાની કેમેસ્ટ્રીથી ફેન્સનું દિલ જીતી ચૂક્યા છે. હવે દરેક જણ રાહ જોઈ રહ્યા છે કે બસ શરણાઈ વાગવાની.