એમી જેક્સનની આ લેટેસ્ટ તસવીરો છે SuperHot!
એમી જેક્સન ભલે બોલિવૂડ ફિલ્મોમાં સફળતા ન મેળવી શકી હોય, પરંતુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવામાં તે સફળ થઇ છે. હોટ એક્ટ્રેસ એમી જેક્સન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તેના ઇન્સ્ટાગ્રામનું પેજ હંમેશા તેના ગ્લેમરસ ફોટોઝથી ભરપૂર હોય છે. એમી જેક્સનની લેટેસ્ટ તસવીરો પર તમે પણ એક નજર મારો.

સુપરહોટ ઇન બ્લેક
એમી જેક્સને હાલમાં જ આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. સુપરહોટ બ્લેક ટોપ અને લેધર શોર્ટ્સમાં તે ખૂબ ગ્લેમરસ લાગી રહી છે. તેણે આ તસવીર સાથે Rat and Boa કંપનીને પણ ટેગ કરી છે. તેનો આ આઉટફિટ Rat and Boa દ્વારા જ ડિઝાઇન કરવામાં આવ્યો હોય, એવી શક્યતા છે.

રોબો 2.0
એમી જેક્સન હાલ 'રોબો 2.0'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ શૂટિંગની પણ કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ હતી. રજનીકાંતની સુપરહિટ ફિલ્મ 'રોબોટ'ની સિક્વલમાં એમી અને રજનીકાંતની જોડી જોવા મળશે.

અક્ષય કુમાર સાથે બીજી ફિલ્મ
'રોબો 2.0'માં અક્ષય કુમાર નેગેટિવ રોલમાં જોવા મળનાર છે. એમીની આ અક્ષય કુમાર સાથે બીજી ફિલ્મ છે. આ પહેલાં તે 'સિંહ ઇઝ બ્લિંગ'માં અક્ષય કુમાર સાથે કામ કરી ચૂકી છે. 9 સપ્ટેમ્બરના રોજ અક્ષય કુમારની બર્થ ડે પર એમીએ 'સિંહ ઇઝ બ્લિંગ'ની કેટલીક તસવીરો શેર કરી ખેલાડી કુમારને વિશ કર્યું હતું.

શૂઝનો શોખ
એમી જેક્સનને શૂઝનો ખૂબ શોખ છે. તેનું શૂઝ કલેક્શન ખરેખર શાનદાર છે. મૂળ યુકેની એવી એમી જેક્સન પાસે દરેક હાઇ એન્ડ બ્રાન્ડના શૂઝ છે. તેને ફરવું પણ ખૂબ પસંદ છે, તે અવાર-નવાર વિવિધ દેશોની મુલાકાત લેતી રહે છે.

સાઉથ ઇન્ડિયન ફિલ્મો
એમી મોટાભાગે હિંદી ઉપરાંત તમિલ ફિલ્મોમાં જોવા મળી છે. હાલ તે 'રોબો 2.0' ઉપરાંત કન્નડ ફિલ્મ 'ધ વિલન'માં પણ કામ કરી રહી છે. આ તેની પ્રથમ કન્નડ ફિલ્મ હશે. બોલિવૂડમાં તે છેલ્લે ફિલ્મ 'ટૂટક ટૂટક ટૂકિયા'માં સ્પેશિયલ એપિરિયન્સમાં જોવા મળી હતી.

ફ્રીકી અલી
આ પહેલાં તે 2016માં 'ફ્રીકી અલી'માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી. આ ફિલ્મના ડાયરેક્ટર સોહેલ ખાન હતા અને તેમાં અરબાઝ ખાન પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર મિક્સ રિસ્પોન્સ સાંપડ્યો હતો.