• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હું સૌથી મોટો કૂતરો છું, મેં ક્યારેય પણ મહિલાઓનું સમ્માન નથી કર્યું: સાજીદ ખાન

|
Google Oneindia Gujarati News

બોલિવૂડમાં મી ટુ મુવમેન્ટ હેઠળ જો કોઈની સામે સૌથી વધારે લોકોએ બોલ્યું હોય તો તે સાજીદ ખાન છે. હાલમાં સાજીદ ખાનનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાને કૂતરો કહી રહ્યા છે. આ એક જૂનો ઇન્ટરવ્યૂ છે, જેમાં સાજીદ ખાન પોતાના વિશે વાત કરતા જણાવી રહ્યા છે કે તેઓ કેવા પ્રકારના વ્યક્તિ છે.

આ ઇન્ટરવ્યૂમાં સાજીદ ખાન જણાવી રહ્યા છે કે હું ઘણો મોટો કૂતરો છું, મેં મારી આખી જિંદગી મહિલાઓ સાથે ખોટું વર્તન કર્યું. આ વીડિયોમાં જે રીતે સાજીદ ખાન પોતાના વિશે જણાવી રહ્યા છે તેનાથી સાફ છે કે તેઓ પોતાના કર્મો પર ક્યારેય પણ શર્મિંદા નથી થયા.

આ પણ વાંચો: સાજીદ ખાને કહ્યું કે મારી સામે કપડાં ઉતારો: સિમરન સુરી

ધ્યાન આપવા જેવી બાબત છે કે એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરે હમશકલ ફિલ્મની શૂટિંગ દરમિયાન સાજીદ ખાન પર યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો. ત્યારપછી એક પછી એક મહિલાઓ સામે આવીને સાજીદ ખાનની કાળી કરતૂતો જણાવવા લાગી. બોલિવૂડની મોટી હીરોઈનો પણ સામે આવીને સાજીદ ખાન વિરુદ્ધ કહેવા લાગી જેમાં બિપાશા બાસુ, ઈશા ગુપ્તા અને દિયા મિર્ઝા પણ શામિલ છે.

સિમરન સુરી

સિમરન સુરી

અભિનેત્રી સિમરન સુરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સાજીદ ખાને ફિલ્મ હિમ્મતવાલાના ઓડિશન માટે તેને બોલાવી હતી. હું જયારે જણાવવામાં આવેલા એડ્રેસ પર પહોંચી ત્યારે મેં જોયું કે તેને મને પોતાના ઘરે બોલાવી છે. હું તે જોઈને હેરાન હતી કારણકે મને લાગ્યું હતું કે આ પ્રોફેશનલ મિટિંગ હશે. સાજીદ ખાને મને કપડાં ઉતારવા માટે કહ્યું. સાજીદ ખાને કહ્યું કે તું તારા કપડાં ઉતાર, હું તારી બોડી જોવા માંગુ છું.

સલોની પાસે બિકીનીમાં તસવીરો માગતો સાજિદ

સલોની પાસે બિકીનીમાં તસવીરો માગતો સાજિદ

સલોની જણાવે છે કે સાજિદ ખાને એમને નોકરી પર રાખી લીધા અને કામ શરૂ થતા જ અજીબ સમયે કામ માટે ફોન કરવા લાગ્યો. સલોનીએ કહ્યું કે સાજિદ એમને પૂછતા હતા કે તેણે શું પહેર્યું છે અને બિકીનીમાં તસવીરોની ડિમાન્ડ કરવા લાગ્યો. સલોનીએ કહ્યું કે સાજિદે તેને મેન્ટલ અને ઈમોશનલ ટોર્ચર કરતા હતા. સાજિદ એને કહેતો હતો કે તે એટલી સેક્સી નથી કે એક્ટ્રેસ બની શકે. સલોનીએ જણાવ્યું કે સાજિદ પોતાના પ્રાઈવેટ પાર્ટ વિશે એને જણાવતો હતો અને અડવા માટે કહેતો તો. સલોનીએ કહ્યું કે મહિનાઓ સુધી સાજિદે આવા પ્રકારનં શોષણ કર્યું.

બિપાશા બાસુએ પણ સાજીદના વર્તન પર સવાલ ઉઠાવ્યો

બિપાશા બાસુએ પણ સાજીદના વર્તન પર સવાલ ઉઠાવ્યો

અભિનેત્રી બિપાશા બાસુ એ પણ તનુશ્રી દત્તાના વખાણ કરતા ટવિટ કરીને લખ્યું હતું કે તેને કારણે આજે ઘણી મહિલાઓને યૌન ઉત્પીડન પર બોલવાની હિમ્મત મળી છે. બિપાશાના ટવિટ પર જયારે એક યુઝરે સાજીદ ખાન પર બોલવા માટે કહ્યું ત્યારે બિપાશા બાસુએ ખુલાસો કર્યો કે સેટ પર સાજીદ ખાનનો વ્યવહાર ખુબ જ ખરાબ રહેતો હતો. બિપાશાએ આગળ કહ્યું કે હું ખુશ છું કે મહિલાઓ તેમની સાથે થઇ રહેલા ઉત્પીડન પર બોલી રહી છે પરંતુ મારી સાથે આવું ક્યારેય પણ નથી થયું.

દીયાએ કહ્યુ, ‘સાજિદના આ વર્તન વિશે માહિતી હતી'

દીયાએ કહ્યુ, ‘સાજિદના આ વર્તન વિશે માહિતી હતી'

સાજિદ ખાનની ફિલ્મ ‘હે બેબી' માં કેમિયો કરનારી દીયા મિર્ઝાએ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તે એના આ વર્તનથી વાકેફ હતી. દીયાએ કહ્યુ, ‘હું ઘણી હેરાન હતી. હું માનુ છુ કે સાજિદ ખરાબ, ખૂબ જ સેક્સિસ્ટ અને ઢીઢ હતા. મારા માટે આ બધા ખુલાસા ચોંકાવનારા છે. મે ક્યારેય કાર્યસ્થળ પર આવા સંબંધોને સમય નથી આપ્યો.' દીયાએ કહ્યુ કે સાજિદના ખરાબ વર્તન વિશે જાણતી હતી પરંતુ તેને ખબર નહોતી કે તે લાઈન ક્રોસ કરી જશે.

English summary
An old Interview of Sajid Khan goes viral where he calls himself a creep
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X