
અનન્યા પાંડેએ શૉર્ટ ડ્રેસમાં બતાવ્યો ગ્લેમરસ અને સિઝલિંગ અંદાજ
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે પોતાની સુંદરતા અને બોલ્ડ લુક માટે જાણીતી છે. અનન્યા પોતાની ફેશન સેન્સથી દરેકને ઈમ્પ્રેસ કરી દે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાનો ગ્લેમરસ અને બોલ્ડ લુક શેર કર્યો છે. તેનો આ વેસ્ટર્ન લુક ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનન્યા પાંડેનુ બોલ્ડ ફોટોશૂટ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યુ છે. ચાલો, જોઈએ તેનો સ્ટાઈલિશ લુક.

ઓરેન્જ ટીશર્ટમાં અનન્યા પાંડે
અનન્યા પાંડે બી ટાઉનમાં પોતાના ફેશનેબલ અને સ્ટાઈલિશ લુક માટે જાણીતી છે. અનન્યા પાંડેએ ઓરેન્જ ટીશર્ટ સાથે બ્લેક કલરની પેન્ટી પહેરી છે. તેનો આ બોલ્ડ અવતાર ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. ખુલ્લા વાળમાં અભિનેત્રી ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે.

બ્લુ અને વ્હાઈટ ડ્રેસમાં અનન્યા પાંડે
અનન્યા પાંડેના આ લુકની વાત કરીએ તો તેણે વ્હાઈટ એન્ડ બ્લુ કલરનો સ્ટ્રાઈપવાળુ આઉટફીટ પહેર્યુ છે. વર્ટિકલ અને હૉરિઝોંટર સ્ટ્રાઈપવાળા ડ્રેસમાં અનન્યા પાંડે ખૂબ સુંદર લાગી રહી છે. ફૂલ સ્લીવ ક્રૉપ ટૉપ અને જૂલ નેકલાઈનમાં અનન્યા પાંડેનો લુક લાખો ફેન્સને ગમી રહ્યો છે. અનન્યા પાંડે આ આઉટફીટ સાથે મેચિંગનો બેલ્ટ કેરી કર્યો છે

અનન્યા પાંડેનો મેકઅપ
અનન્યા પાંડેએ બ્લુ આઉટફીટ સાથે પોની ટેલ બનાવી છે જ્યારે ઓરેન્જ ટીશર્ટ સાથે ખુલ્લા વાળ રાખ્યા છે. અનન્યા પાંડેએ આ આઉટફીટ સાથે લાઈટ મેકઅપ કેરી કર્યો છે. પિંક લિપસ્ટીકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે પોતાના આ લુકમાં અનન્યા હૉટ લાગી રહી છે.