• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અનન્યા પાંડેએ મુંબઈ સાઈબર પોલિસ સાથે મિલાવ્યો હાથ, સાથે મળીને કરશે આ મોટુ કામ!

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી અનન્યા પાંડે સતત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં પણ કંઈક એવુ બન્યુ છે જેના લીધે ફેન્સ તેના પગલાંની પ્રશંસા કરી રહ્યા છે. વાસ્તવમાં તેણે મુંબઈ સાઈબર ક્રાઈમ પોલિસ સાથે હાથ મિલાવ્યો છે. તે એમની સાથે મળીને સોશિયલ મીડિયા પર થઈ રહેલી બદમાસી સામે જાગૃકતા ફેલાવશે. ઘણી વાર જોવા મળે છે કે સાઈબર ક્રાઈમના શિકાર બને છે જેના માટે અનન્યા પાંડે પોલિસ સાથે હાથ મિલાવ્યા છે.

સાઈબરબુલિંગ વિશે જાગૃકતા ફેલાવવા માટેનુ વધુ એક પગલુ

સાઈબરબુલિંગ વિશે જાગૃકતા ફેલાવવા માટેનુ વધુ એક પગલુ

તેમણે જણાવ્યુ કે લોકો કઈ રીતે સોશિયલ મીડિયાને સાફ રાખી શકે છે અને આ રીતે તે સાઈબર ક્રાઈમથી બચી શકે છે. અનન્યાએ કહ્યુ - અમે આશા રાખીએ છીએ કે આ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મના બધા ઉપયોગકર્તાઓની પણ મદદ કરે છે. સાઈબર સ્પેસને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે તે જે કામ કરી રહ્યા છે તે વાસ્તવમાં પ્રશંસનીય છે. આ વાતચીત સાઈબરબુલિંગ વિશે જાગૃકતા ફેલાવવા માટેનુ વધુ એક પગલુ હતુ.

લોકો કોઈના પણ અકાઉન્ટ પર ભદ્દી કમેન્ટ કરે છે

લોકો કોઈના પણ અકાઉન્ટ પર ભદ્દી કમેન્ટ કરે છે

અનન્યા પાંડેએ કહ્યુ કે તે સતત આની જોડાયેલી રહેશે અને આ રીતે તે લોકો સાથે વાતચીત કરશે. ઘણી વાર જોવા મળે છે કે સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના ટ્રોલિંગનો શિકાર બને છે. આ સિવાય પણ લોકો કોઈના પણ અકાઉન્ટ પર ભદ્દી કમેન્ટ કરી છે જે સમાજમાં ખોટો સંદેશ લઈને જાય છે.

અનન્યા પાંડે 'લાઈગર' ફિલ્મમાં બિઝી

અનન્યા પાંડે 'લાઈગર' ફિલ્મમાં બિઝી

આ પ્લેટફૉર્મથી બધી ઉંમરના લોકો જોડાયેલા છે. વર્કફ્રંટની વાત કરીએ અનન્યા પાંડે 'લાઈગર' ફિલ્મમાં બિઝી છે. આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે દેખાશે.

English summary
Ananya Panday spread awareness against Cyber Bulling with Mumbai Police!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X