પોર્ટુગલ ગલીઓમાં સાયકલ ચલાવતા જોવા મળ્યા અનન્યા પાંડે-આદિત્ય રોય કપૂર, જુઓ વીડિયો
આ દિવસોમાં બોલિવૂડમાં વધુ એક કપલ ચર્ચાએ ચડ્યુ છે. આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો બાદ હાલમાં બન્ને પોર્ટુગલની ગલીઓમાં રોમાન્સ કરતા જોવા મળ્યા છે.
આ કપલ આ દિવસોમાં પોર્ટુગલમાં છે અને વેકેશનનો આનંદ લઈ રહ્યું છે. અહીંથી બન્નેના ફોટો સામે આવ્યા બાદ બન્ને ડેટ કરી રહ્યા હોવાની પૃષ્ટિ થઈ છે. હવે બન્નેના નવા ફોટો સામે આવ્યા છે. આ ફોટોમાં બન્ને પોર્ટુગલની ગલીઓમાં સાયકલ ચલાવતા જોવા મળ્યા હતા.

સામે આવેલા આ ફોટોમાં અનન્યા અને આદિત્ય એકબીજાની આંખોમાં આંખ નાંખેલુ જોવા મળ્યુ હતુ. હવે અનન્યા અને આદિત્ય રોય કપૂરનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં અનન્યા અને આદિત્ય પોર્ટુગલના રસ્તાઓ પર સાઈકલ ચલાવતા જોવા મળે છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે આદિત્ય રોય કપૂર બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટમાં છે અને અનન્યા પાંડે પિંક ટોપ અને વ્હાઇટ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ વીડિયોમાં આદિત્ય અને અનન્યા પાંડે બંને સાઈકલ ચલાવતા જોવા મળે છે. અનન્યા અને આદિત્ય રોય કપૂરના આ વીડિયો પર લોકો લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, અનન્યા પાંડે હાલમાં જ વિજય દેવેરાકોંડાની સાથે ફિલ્મ લાઈગરમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. હવે તે ટૂંક સમયમાં અનન્યા પાંડે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ડ્રીમ ગર્લ 2માં જોવા મળશે. આ ફિલ્મમાં અનન્યા સાથે આયુષ્માન ખુસાના જોવા મળશે.
બીજી તરફ આદિત્ય રોય કપૂર હાલમાં જ અનિલ કપૂર સાથે નાઈટ મેનેજર 2માં જોવા મળ્યો હતો. અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને શોભિતા ધુલીપાલા અભિનીત આ વેબ સિરીઝ 30 જૂને OTT પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આદિત્યની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
