અનન્યા પાંડેએ હૉટ લુકથી ફેન્સને બનાવ્યા દીવાના, જુઓ Pics
મુંબઈઃ અનન્યા પાંડેએ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2થી પોતાના ધમાકેદાર કરિયરની શરૂઆત કરી હતી. ઘણી વાર તેના વિશે કોઈને કોઈ પ્રકારના સમાચારો સામે આવતા રહે છે અને ફિલ્મો વિશે અપડેટ આવતી રહી છે. હાલમાં અનન્યા પાંડેના અમુક સુંદર ફોટા વાયરલ થઈ રહ્યા છે જે તેણે ખુદ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. અનન્યા પાંડે આ ફોટામાં કમાલની હૉટ લાગી રહી છે અને ફેન્સ તેના ફોટાને સતત પસંદ કરી રહ્યા છે. અનન્યા પાંડેએ ભલે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હોય પરંતુ તેની ફેન ફોલોઈંગ ઘણી દમદાર છે. અનન્યા પાંડે થોડા સમય પહેલા ઈશાન ખટ્ટર સાથે ખાલીપીલીમાં જોવા મળી હતી.

ફિલ્મ 'લાઈગર' માટે ચર્ચામાં
વર્કફ્રંટની વાત કરીએ તો અત્યારે અનન્યા પાંડે ફિલ્મ લાઈગર માટે ચર્ચામાં છે અને આ ફિલ્મમાં તે વિજય દેવરકોંડા સાથે જોવા મળશે.

અનન્યાનો હૉટ લુક
આ ફિલ્મ વિશે અમુક સમાચાર પહેલા પણ આવી ચૂક્યા છે અને અપડેટ્સ સતત આવતી રહે છે. અમુક ફોટા પણ વાયરલ થયા હતા જેમાં તે બાઈક પર વિજય સાથે જોવા મળી રહી હતી.

અનન્યા યુવાનોની પહેલી પસંદ
અનન્યા પાંડે યુવાનોની પહેલી પસંદ બની ગઈ છે અને તેની ફિલ્મ પતિ પત્ની ઓર વોમાં તેને ઘણો પ્રેમ મળ્યો હતો. લોકોએ તેના અભિનયની ઘણી વધુ પ્રશંસા કરી હતી.