• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અનીતા હંસનંદાનીએ આપ્યો દીકરાને જન્મ, પતિએ શેર કર્યો સુંદર ફોટો

|

નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેત્રી અને ટીવી અભિનેત્રી અનીતા હંસનંદાનીએ એક સુંદર અને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. તેના પતિ રોહિત રેડ્ડીએ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર ફોટો શેર કરીને આ અંગેની માહિતી આપી છે. અનીતાએ 9 ફેબ્રુઆરીએ એક દીકરાને જન્મ આપ્યો છે. રોહિતે ઈન્સ્ટાગ્રામ પર અનીતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે અનીતાના ગાલ પર કિસ કરી રહ્યા છે અને ઉપર ગ્રાફિકથી લખ્યુ છે ઈટ્સ એ બેબી બૉય. રોહિતની આ ઈન્સ્ટા પોસ્ટને લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે અને મોટી સંખ્યાાં લોકો કપલને અભિનંદન આપી રહ્યા છે.

તમને જણાવી કે અનીતા હંસનંદાનીએ મુંબઈમાં ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં બેબી શાવર કરાવ્યુ હતુ જેમાં ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. બેબી શાવરમાં એકતા કપૂર, કરિશ્મા તન્ના, ક્રિસ્ટલ ડિસૂઝા, સનાયા ઈરાની સહિત ઘણી હસ્તીઓ શામેલ થઈ હતી. ખુદ અનીતાએ આ કાર્યક્રમના અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં તેણે લખ્યુ હતુ આ મારા પરફેક્ટ બેબી શાવર વિશે છે.

અનીતા ટીવી સીરિયલ યે હે મોહબ્બતે, કભી સૌતન કભી સહેલી, કાવ્યાંજલિમાં ઘણી લોકપ્રિય થઈ હતી. તેણે કુછ તો હે, કૃષ્ણા કૉટેજ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. છેલ્લી વાર અનીતાને ટીવી સીરિયલ નાગિન-4માં દેખાઈ હતી. આ ઉપરાંત અનીતાએ ઘણી અન્ય ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અનીતાએ કન્નડ, તેલુગુ ફિલ્મોમાં કામ કર્યુ છે. ફિલ્મ કુછ તો હેના ગીત દિલ ડિંગ ડૉંગ ડિંગ ડોલેમાં અનીતાનુ ડાંસ સૉંગ ખૂબ લોકપ્રિય થયુ હતુ.

Happy Teddy Day 2021: પ્રેમને ટેડી બિયર સાથે શું લેવા-દેવા?Happy Teddy Day 2021: પ્રેમને ટેડી બિયર સાથે શું લેવા-દેવા?

English summary
Anita Hassanandani blessed with a baby boy, husband shares adorable pic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X