અંકિતા લોખંડેનો રોમેન્ટિક અંદાજ, બોયફ્રેન્ડને જાહેરમાં કિસ કરી!
મુંબઈ, 1 નવેમ્બર : અભિનેત્રી અંકિતા લોખંડે આજકાલ પોતાની પર્શનલ લાઈફને લઈને ચર્ચામાં છે. વિકી જૈન સાથેના તેના સંબંધોને લઈને તાજેતરના દિવસોમાં ઘણી ચર્ચા થઈ રહી છે. બંને જલ્દી લગ્ન કરશે તેવી પણ ચર્ચા છે. આ દરમિયાન કેટલીક તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અંકિતા અને વિકી દિવાળીની પાર્ટીમાં કિસ કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે.

અંકિતાએ ખુદ ફોટો શેર કર્યા
અંકિતા લોખંડેએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દિવાળી પાર્ટીના ઘણા વીડિયો અને ફોટો શેર કર્યા છે. જેમાં તે ડાન્સ કરતી અને મસ્તી કરતી જોવા મળ છે. આમાં વિકીને કિસ કરતા ફોટોએ ખાસ સોશિયલ યૂઝરનું ધ્યાન ખેંચ્યું છે. આમાં બંને એકબીજાને જોશથી કિસ કરતા જોવા મળે છે.

બંને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે
આ ફોટો અને વીડિયોમાં અંકિતા લાલ સાડીમાં સુંદર લાગી રહી છે. જ્યારે વિકી જૈને બ્લેક શર્ટ અને પેન્ટમાં છે. તમને જણાવી દઈએ કે અંકિતા મુંબઈના બિઝનેસમેન વિકી જૈનને લાંબા સમયથી ડેટ કરી રહી છે. બંને લગભગ સાડા ત્રણ વર્ષથી પ્રેમમાં છે. બંનેના રોમેન્ટિક ફોટો અવારનવાર સામે આવે છે. બંને પહેલા પણ સાથે પણ જોવા મળ્યા છે.

ડિસેમ્બરમાં લગ્ન કરશે
અંકિતા અને વિકી પણ જલ્દી લગ્ન કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંકિતા લોખંડે અને વિકી જૈન ડિસેમ્બરના બીજા સપ્તાહમાં લગ્ન કરી શકે છે. કપલના કેટલાક નજીકના સંબંધીઓએ આ વાત કહી છે. જો કે અંકિતા કે વિકીએ હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

હોળીમાં પણ ચર્ચામાં આવ્યા હતા
અંકિતા લોખડે અને વિકી જૈનનો હોળી સેલિબ્રેશનનો વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો. જેમાં બોયફ્રેન્ડ વિકી જૈન સાથે હોળી સેલિબ્રેટ કરતી વખતે અંકિતાએ ન માત્ર તેના પગને સ્પર્શ કર્યો પરંતુ ગુલાલથી તેની માંગ પણ ભરી હતી. અંકિતા લોખંડેએ વિકી સાથે હોળી રમતો ઈન્સ્ટા પર વીડિયો શેર કર્યો હતો.

અંકિતા પવિત્ર રિશ્તાની બીજી સીઝનમાં વ્યસ્ત છે
અંકિતા હાલમાં ALTBalaji પર આવી રહેલી પવિત્ર રિશ્તાની બીજી સીઝનની સફળતાનો આનંદ માણી રહી છે. અંકિતાને ટીવી શો પવિત્ર રિશ્તાથી ઓળખ મળી હતી. જેમાં તે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. આ પછી અંકિતાએ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું.